મુલાકાત/ રક્ષા મંત્રીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન કહ્યું, પાડોશી હંમેશા ભારત વિરોધી ગતિવિધિઓનો આશરો લે છે

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીરના દૂરના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન સંરક્ષણ પ્રધાને તેમની જવાબદારીને કુશળતાપૂર્વક નિભાવવા માટે સુરક્ષા દળોની અણધારી પરિસ્થિતિમાં તેમની અદમ્ય હિંમત અને ઉત્સાહની પ્રશંસા કરી હતી

Top Stories India
2 1 12 રક્ષા મંત્રીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન કહ્યું, પાડોશી હંમેશા ભારત વિરોધી ગતિવિધિઓનો આશરો લે છે

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીરના દૂરના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન સંરક્ષણ પ્રધાને તેમની જવાબદારીને કુશળતાપૂર્વક નિભાવવા માટે સુરક્ષા દળોની અણધારી પરિસ્થિતિમાં તેમની અદમ્ય હિંમત અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. રાજનાથ સિંહે કહ્યું, ભારતની એકતા અને અખંડિતતાને ખલેલ પહોંચાડવાની કોશિશ કરનારને ભારત યોગ્ય જવાબ આપશે.

આ પ્રસંગે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (GOC in C), નોર્ધન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી GOC, 15 કોર્પ્સ લેફ્ટનન્ટ જનરલ એ.એસ. ઔજલા  અને જીઓસી 19 ઇન્ફન્ટ્રી ડિવિઝન મેજર જનરલ અજય ચાંદપુરિયા સંરક્ષણ પ્રધાન સાથે હાજર રહ્યા હતા. અને તેમને સશસ્ત્ર દળોની ઓપરેશનલ તૈયારીઓ વિશે માહિતી પણ આપી હતી.

રક્ષા મંત્રીએ જવાનોના કર્યા વખાણ 

આ ઉપરાંત રાજનાથ સિંહે સશસ્ત્ર દળો, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો સાથે વાતચીત કરી. જવાનોને સંબોધિત કરતી વખતે, તેમણે તેમની બહાદુરી અને ઉત્સાહને નોંધપાત્ર ગણાવતા, મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની જવાબદારીઓ કુશળતાપૂર્વક નિભાવવા બદલ તેમની પ્રશંસા કરી. તેમણે અદમ્ય હિંમત અને સમર્પણ સાથે દેશની સેવા કરવા અને લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવા માટે સુરક્ષા કર્મચારીઓના વખાણ કર્યા હતા.

પાકિસ્તાન પર નિશાન

સંરક્ષણ પ્રધાને કહ્યું, “આપણા પાડોશીએ હંમેશા ભારત વિરોધી ગતિવિધિઓનો આશરો લીધો છે. રાષ્ટ્રએ ભૂતકાળમાં પણ આતંકવાદી ગતિવિધિઓ જોઈ છે. સશસ્ત્ર દળો, બીએસએફ, સીઆરપીએફ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનોના અથાક પ્રયાસોને કારણે  રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓમાં તીવ્ર ઘટાડો થયો છે. પાકિસ્તાન સતત હુમલાઓ કરીને ભારતની  શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણા સુરક્ષા દળો દેશ માટે એક ઢાલ છે, જે કોઈ પણ તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તે પોતે જ નાશ પામે છે. રાષ્ટ્રને આપણા દળોમાં અપાર વિશ્વાસ છે જે કોઈપણ નુકસાન કરી શકે છે.

ભારતે સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો 

ભારત એક શાંતિપ્રેમી દેશ છે, જેણે વિશ્વને ‘વસુધૈવ કુટુંબકમ’નો સંદેશો આપ્યો છે તેનો પુનરોચ્ચાર કરતાં શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે “અમે ક્યારેય પણ દેશને કોઈ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી અને ન તો કોઈ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, તેમણે રાષ્ટ્રને ખાતરી આપી કે જો ક્યારેય રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નુકશાન કરવાનો પ્રયત્ન કરશે તો સશસ્ત્ર દળો યોગ્ય જવાબ આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સશસ્ત્ર દળો ભવિષ્યના પડકારોનો સંપૂર્ણ ક્ષમતા સાથે જવાબ આપશે.