ઉત્તરપ્રદેશ/ પિયૂષ જૈનના ત્યાંથી મળેલી રકમનો આંકડો 280 કરોડને પાર થયો, પૈસા ગણવા મુકવા પડ્યા 19 જેટલા મશીનો

કાનપુરમાંથી મળેલી રકમ 150 કરોડ રૂપિયા હતી જે બાદમાં વધીને 177 કરોડે પહોંચી છે જ્યારે કનૌજમાંથી 58 કરોડ રૂપિયા મળી આવ્યા છે

India
Untitled 78 7 પિયૂષ જૈનના ત્યાંથી મળેલી રકમનો આંકડો 280 કરોડને પાર થયો, પૈસા ગણવા મુકવા પડ્યા 19 જેટલા મશીનો

UPના કન્નોજમાં બિઝનેસમેન પીયૂષ જૈનની ત્યાં દરોડા બાદ કાનપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. GST ઈન્ટેલિજન્સે આ કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં જે દરોડા પાડવામાં આવ્યા છે તેમા રૂપિયા 280 કરોડની રોકડ અને જ્વેલરી મળી આવી છે..અને હજુ પણ તપાસ ચાલુ છે.

બિઝનેસમેન પીયૂશ જૈનના કાનપુર સ્થિત વિવિધ સ્થળોએ દરોડા પાડીને કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે કનૌજમાં પણ તેના કારખાના અને ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ બન્ને ઘરોએથી અત્યાર સુધીમાં કુલ 280 કરોડ રૂપિયા મળી આવ્યા છે. જેની ગણતરી માટે અનેક મશિનોની મદદ લેવાઇ રહી છે.કરોડો રૂપિયાની ગણતરી કરવા અનેક લોકોની મદદ લેવાઇ રહી છે જેની તસવીરો પણ વાઇરલ થઇ રહી છે. પીયૂશ જૈનની તિજોરીઓ તોડવા વેલ્ડિંગ મશિનની મદદ લેવી રડી હતી.. જ્યારે જીએસટી ઇંટેલિજંસના અિધકારીઓ પીયૂષ જૈનને એક ઓફિસમાં લઇને પહોંચ્યા હતા જ્યાંથી બાદમાં તેમને કોઇ અજાણ્યા સ્થળે લઇ જવામાં આવ્યા છે. તેથી હજુ પણ કરોડો રૂપિયા મળી આવે તેવી શક્યતાઓ છે.

આ  પણ  વાંચો:અમદાવાદ /  બાઇક અને કારમાં સ્ટંટ કરતા યુવાનો થઈ જજો સાવધાન, બાકી પછી થઇ શકે છે મોટો પસ્તાવો, આ છે મુખ્ય કારણ

કાનપુરમાંથી મળેલી રકમ 150 કરોડ રૂપિયા હતી જે બાદમાં વધીને 177 કરોડે પહોંચી છે જ્યારે કનૌજમાંથી 58 કરોડ રૂપિયા મળી આવ્યા છે. રોકડ રૂપિયા ઉપરાંત કરોડો રૂપિયાના કિમતી જવેરાતો પણ મળી આવ્યા છે. ગુજરાતમાં પાન મસાલા લાદેલા ચાર ટ્રક પકડાયા હતા જે બાદ આ કાળા નાણાનો મામલો ઝડપાયો હતો.

આ  પણ  વાંચો:કોરોના કેર / સુરતમાં કોરોના કેસમાં ઉછાળો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ સહિત આટલા લોકો થયા સંક્રમિત

આ સમગ્ર મામલાની તપાસ એજન્સીઓ અને પોલીસ કરી રહી છે. આખી રાત સુધી તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે હજુ પણ ચાલી રહ્યું છે તેથી વધુ રકમ મળી આવે તેવી શક્યતાઓ છે. પીયૂશ જૈને અનેક તિજોરીઓમાં પૈસા રાખ્યા હતા, તેણે 18 લોકરમાં આ પૈસા રાખ્યા હતા. જ્યારે તેના લોકર અને તાળાની 300 જેટલી ચાવીઓ છે. જેને તોડવા માટે ગેસ કટર અને વેલ્ડિંગ મશીનની મદદ લેવામાં આવી રહી છે…