- સુરતમાં કોરોનાના વધુ 20 કેસ નોંધાયા
- વિદ્યાર્થીઓમાં કોરોના કેસોનો સિલસિલો યથાવત્
- ભેસ્તાન વિસ્તારની શાળામાં નોંધાયા કેસ
- શાળામાં બે વિદ્યાર્થી અને શિક્ષકને કોરોના
- ભેસ્તાનની ન.પ્રા. શિક્ષણ સમિતિની શાળામાં કોરોના
- બુડિયા ગામમાં પણ બે વિદ્યાર્થીઓને કોરોના
- શાળામાં તમામ વિદ્યાર્થીઓના કરાશે ટેસ્ટ
- અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યોને કોરોના
સુરતમાં કોરોનાના વધુ 20 કેસ નોંધાયા છે. વિદ્યાર્થીઓમાં કોરોના કેસોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ભેસ્તાન વિસ્તારની શાળામાં કેસ નોંધાયા છે. શાળામાં બે વિદ્યાર્થી અને શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યો છે. શાળામાં તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાશે. જ્યારે અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ આવતા આરોપી વિભાગ દોડતું થયું છે તો બુડિયા ગામે પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે અને શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ દુબઈ અને રાજસ્થાનનો પ્રવાસ કરનાર બે વેપારીઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે.
આ પણ વાંચો : ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે રાહત, 28 ડિસેમ્બરે GST કાઉન્સીલમાં લેવાશે નિર્ણય
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો અંગે વાત કરીએ સમગ્ર ગુજરાતમાં 177 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 66 દર્દીઓ સાજા થયા છે. આમ કોરોનામાંથી સાજા થવાનો દર 98.67 ટકા થયું છે. આજે એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું નથી.
કોરોના રસી અંગે વાત કરીએ તો શનિવારે સાંજના પાંચ વાગ્યાથી રવિવારે સાંજના ચાર વાગ્યા સુધી 41031 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં 88196230 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના દર્દીઓની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કુલ 948 દર્દીઓ છે જેમાં 10 વેન્ટીલેટર ઉપર છે અને 938 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 818298 ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 10113 દર્દીઓના મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો : કચ્છ હાઇવેથી માળીયા શહેર તરફ જતો રસ્તો અતિ બીસ્માર, લોકોએ તંત્રને આપ્યું અલ્ટીમેટમ
છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના 49 કેસ નોંધાઈ ચુક્યા છે, તો ઓમિક્રોનના 13 દર્દીઓ સાજા થયા છે. ઓમિક્રોન વેરિએન્ટનના કેસની જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરામાં 17 કેસ, અમદાવાદમાં 11 કેસ, ખેડામાં 06 કેસ, આણંદમાં 4 કેસ, રાજકોટમાં 2 કેસ, જામનગરમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ જ્યારે સુરતમાં 2 અને ગાંધીનગરમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે.
આ પણ વાંચો :પેપરલીક મામલે પોલીસે વધુ પાંચ શખ્સોની કરી ધરપકડ,મુખ્ય ઓરાપીના ભાઇ પણ સંકજામાં…
આ પણ વાંચો :આજે રાજ્યમાં ઓમિક્રોને રાખી રજા, એકપણ કેસ નહીં, તો કોરોનાનો કહેર યથાવત
આ પણ વાંચો :રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ
