Not Set/ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો,જાણો વિગત

ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરીને બાબર આઝમની વનડેમાં બેટિંગ એવરેજ 59.18 પર પહોંચી ગઈ છે અને તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે.

Top Stories Sports
12 2 પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો,જાણો વિગત

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ અત્યારે જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં બાબરે બે-ટુ-બેક સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. તાજેતરમાં, તેણે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 15 અને 16 સદીનો રેકોર્ડ બનાવ્યો હતો અને હવે તેણે સરેરાશની દ્રષ્ટિએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરીને બાબર આઝમની વનડેમાં બેટિંગ એવરેજ 59.18 પર પહોંચી ગઈ છે અને તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે.

ઓછામાં ઓછા 2000 રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીની સરેરાશ 58.07 છે, જ્યારે બાબર આઝમ હવે તેનાથી આગળ નીકળી ગયો છે. 86 વનડે રમી ચૂકેલા બાબર આઝમે 59.18ની શાનદાર એવરેજથી 4261 રન બનાવ્યા છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ દેશબંધુ ઇમામ-ઉલ-હકની સરેરાશ 53.97 થઈ ગઈ છે. વિરાટ કોહલીના કરિયરની વાત કરીએ તો તેણે ODI ક્રિકેટમાં 260 મેચ રમી છે અને 58.07ની એવરેજથી 12311 રન બનાવ્યા છે.

બાબરે ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની ODI કારકિર્દીના સૌથી મોટા રન ચેઝમાં ટીમને મદદ કરી હતી. 349 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા કેપ્ટને 114 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનના કોઈપણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર હતો. બાબરે આ ઇનિંગ સાથે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વડાપ્રધાન ઇમરાન ખાનનો 32 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. બાબરની આ 15મી સદી હતી અને તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો હતો.શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક વનડેમાં બાબર આઝમે 115 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 105 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.