Not Set/ “યુુદ્વ સમયે યુદ્વ, શાંતિ સમયે સેવા”નો મંત્ર સાર્થક કરતી “ભારતીય સેના”

ભારતીય સેના માટે હમેંશા કહેવાય છે કે રણબંકા પોતાની બહાદુરી યુદ્વ મેદાનમાં જ નહીં પણ સેવાનાં મેદાનમાં પણ એટલી જ નિષ્ઠાપૂર્વક દેખાડી જાણે છે. “યુુદ્વ સમયે યુદ્વ, શાંતિ સમયે સેવા”નો મંત્ર સાર્થક કરતી ભારતીય સેના વિશ્વ માટે એક મિશાલ છે. વિશ્વની સૌથી માટી સેનામાં જેની ગણના થાય છે, તે સેનામાં આઝીદીનાં આટલા વર્ષો પછી પણ […]

Top Stories India
SENA "યુુદ્વ સમયે યુદ્વ, શાંતિ સમયે સેવા"નો મંત્ર સાર્થક કરતી "ભારતીય સેના"

ભારતીય સેના માટે હમેંશા કહેવાય છે કે રણબંકા પોતાની બહાદુરી યુદ્વ મેદાનમાં જ નહીં પણ સેવાનાં મેદાનમાં પણ એટલી જ નિષ્ઠાપૂર્વક દેખાડી જાણે છે. “યુુદ્વ સમયે યુદ્વ, શાંતિ સમયે સેવા”નો મંત્ર સાર્થક કરતી ભારતીય સેના વિશ્વ માટે એક મિશાલ છે.

S4 "યુુદ્વ સમયે યુદ્વ, શાંતિ સમયે સેવા"નો મંત્ર સાર્થક કરતી "ભારતીય સેના"

વિશ્વની સૌથી માટી સેનામાં જેની ગણના થાય છે, તે સેનામાં આઝીદીનાં આટલા વર્ષો પછી પણ એક વાર પણ વિદ્વોહનો સૂર નથી જોવામાં આવ્યો તે જ તેની દેશ ભક્તિની મિશાલ છે. સેના દેશમાં હરેક પ્રકારની આફતમાં પોતાના જીવના જોખમ પર પણ નાગરીકોની રક્ષા અને સેવા માટે ખડે પગે જ જોવામાં આવી છે.

S2 "યુુદ્વ સમયે યુદ્વ, શાંતિ સમયે સેવા"નો મંત્ર સાર્થક કરતી "ભારતીય સેના"

ફરી ભારતીય સેના અને તેના રણબંકાઓ દ્વારા સાબિત કરી દેવામા આવ્યું છે કે દેશનાં હર એક નાગરીકની જીંદગી તેના માટે મહામુલા ખજા સમાન કિંમતી છે. સેના દ્વારા આ વાતને યથાર્થ સાબિત કરતા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પૂરની સ્થિતિમાં ઉત્તમ  રાહત અને બચાવની કામગીરી કરવામા આવી રહી છે.

S1 "યુુદ્વ સમયે યુદ્વ, શાંતિ સમયે સેવા"નો મંત્ર સાર્થક કરતી "ભારતીય સેના"

મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં અનેક પ્રાંતો હાલ પાણીમાં ગરક થઇ ગયા છે. અનેક સ્થળો પર લોકો જીવન અને મૃત્યુ વચ્ચે ફસાયેલા જોવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસતા વરસાદ અને મોટા જળાશયોમાંથી પાણી છોડવાનાં કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પૂરની પરિસ્થિતિ વધુ વિકટ બની છે.

S3 "યુુદ્વ સમયે યુદ્વ, શાંતિ સમયે સેવા"નો મંત્ર સાર્થક કરતી "ભારતીય સેના"

ભારતીય સેના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના અધિકારીઓને મદદ કરી રહી છે.  પૂર રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે, કર્ણાટકનાં બેલગામ, બાગલકોટ અને રાયચુર જિલ્લાઓમાં અને મહારાષ્ટ્રનાં રાયગ, કોહલાપુર અને સાંગલી જિલ્લાઓમાં કુલ 16 કોલમ અને 12 એન્જિનિયર ટાસ્ક ફોર્સ સહિતનાં લગભગ 1000 આર્મી જવાનો હાલ કાર્યરત છે. સેના દ્વારા અનેક વિસ્તારોમાંથી લોકોને યેનકેન પ્રકારે બચાવી સલામત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.