Not Set/ ત્રિપલ તલાકનો કહેર યથાવત, દહેજ ન મળતા પતિએ કાપ્યું મહિલાનું નાક, આપ્યા છૂટાછેડા

દેશમાં મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય ન થાય તે માટે કેન્દ્ર સરકારે ત્રિપલ તલાકને લઇ કાયદો ઘડ્યો અને તેને ગુનાહિત બનાવ્યો ત્યારે આ કાયદાનું સમ્માન કરવાની જગ્યાએ અમુક લોકો તેને વખોડી કાયદાને હાથમાં લેવાનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં સીતાપુરનાં ખૈરાબાદ કસ્બાનાં તુર્ક પટ્ટી વિસ્તારથી એક કિસ્સો સામે આવ્યો છે. અહી દહેજમાં બાઇક ન મળતાં ગુસ્સે […]

India
triple talaq 1 ત્રિપલ તલાકનો કહેર યથાવત, દહેજ ન મળતા પતિએ કાપ્યું મહિલાનું નાક, આપ્યા છૂટાછેડા

દેશમાં મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય ન થાય તે માટે કેન્દ્ર સરકારે ત્રિપલ તલાકને લઇ કાયદો ઘડ્યો અને તેને ગુનાહિત બનાવ્યો ત્યારે આ કાયદાનું સમ્માન કરવાની જગ્યાએ અમુક લોકો તેને વખોડી કાયદાને હાથમાં લેવાનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં સીતાપુરનાં ખૈરાબાદ કસ્બાનાં તુર્ક પટ્ટી વિસ્તારથી એક કિસ્સો સામે આવ્યો છે. અહી દહેજમાં બાઇક ન મળતાં ગુસ્સે થયેલા પતિએ પત્નીને ત્રિપલ તલાક આપ્યા બાદ તેનુ નાક કાપી નાખ્યું હતું. ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.

થાણા અને નગરનાં મહોલ્લા તુર્કપટ્ટીમાં રહેનાર રૂખસાના પુત્રી ભૂરેનાં લગ્ન 14 મે 2019નોં રોજ બરકત અલી પુત્ર સદ્દામની સાથે મુસ્લિમ રિવાજ સાથે થયા હતા. એવો આરોપ છે કે નિકાહનાં બીજા દિવસે 15 મેના રોજ બરકત અલી નિવાસી લિધૌરા થાના મહમૂદાબાદ તેની દુલ્હનની વિદાય કરાયા વિના શાંતિથી ચાલ્યો ગયો. જે પછી રૂખસાનાનાં પરિવારે બરકતનાં પરિવારનો સંપર્ક કર્યો. બરકતનાં પરિવારનાં સભ્યોએ બેફામ કહ્યું કે બાઇક દહેજમાં મળી નથી, તેથી તેઓ વિદાય કરાવશે નહીં. રૂખસાનાનો આરોપ છે કે જ્યારે તેણે તેના પતિને ફોન કર્યો ત્યારે તેની સાસુ, સસરા અને કાકા સસરાએ તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરી. અહી મૂળ વાત બાઇક ન મળ્યુ હોવાની હતી.

આ પછી, તેણે 3 ઓગસ્ટનાં રોજ સવારે 9 વાગ્યે રૂખસનાનાં મોબાઈલ પર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે બાઇક ન મળવાના કારણે તે તેને ત્રિપલ તલાક આપી રહ્યા છે. ત્યારબાદ તેણે મોબાઇલ પર જ તલાક, તલાક, તલાક કહીને કોલ કટ કરી દીધો. આ પછી, બરકત મંગળવારે રૂખસનાને મળવા આવ્યો હતો, વાતચીત દરમિયાન તેણે રૂખસાના ઉપર હુમલો કર્યો અને તેનુ નાક કાપી દીધુ હતુ. રૂખસાનાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યા તેની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં જ્યારે કાયદો કડક બને છે ત્યારે  તેનુ સમ્માન કરવુ દેશનાં દરેક નાગરિકની ફરજમાં આવે છે, પરંતુ અમુક પૈસાનાં લાલચમાં આંધળા બની જતા હોય છે, જેમને કાયદાથી કોઇ ખાસ ફરક પડતો ન હોય તેવુ લાગી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.