Not Set/ કમલનાથ સરકારનાં મંત્રીનાં વિવાદિત બોલ, કહ્યુ ભાજપની બત્તીસી તૂટી જશે

મધ્યપ્રદેશમાં સત્તા પાર્ટી અને વિપક્ષ વચ્ચે વાદ વિવાદ થમી રહ્યા નથી. ભાજપ નેતા ગોપાલ ભાર્ગવનાં નિવેદનનાં જવાબમાં રાજ્ય સરકારનાં ઉચ્ચ શિક્ષા મંત્રી જીતૂ પટવારીએ કહ્યુ છે કે, ભાજપની જો આવી જ હરકતો રહી તો તેની બત્તીસી તૂટી જશે. ભાજપનાં નેતા અને વિધાનસભામાં વિપક્ષનાં નેતા ગોપાલ ભાર્ગવનાં નિવેદનનો જવાબ આપતા પટવારીએ ગુરુવારે કહ્યુ કે, ‘ન તો […]

India
jitu patwari1 કમલનાથ સરકારનાં મંત્રીનાં વિવાદિત બોલ, કહ્યુ ભાજપની બત્તીસી તૂટી જશે

મધ્યપ્રદેશમાં સત્તા પાર્ટી અને વિપક્ષ વચ્ચે વાદ વિવાદ થમી રહ્યા નથી. ભાજપ નેતા ગોપાલ ભાર્ગવનાં નિવેદનનાં જવાબમાં રાજ્ય સરકારનાં ઉચ્ચ શિક્ષા મંત્રી જીતૂ પટવારીએ કહ્યુ છે કે, ભાજપની જો આવી જ હરકતો રહી તો તેની બત્તીસી તૂટી જશે.

ભાજપનાં નેતા અને વિધાનસભામાં વિપક્ષનાં નેતા ગોપાલ ભાર્ગવનાં નિવેદનનો જવાબ આપતા પટવારીએ ગુરુવારે કહ્યુ કે, ‘ન તો લોખંડનાં ચણા ચાવીશું અને ન તો દાંત તોડાવીશુ, હજુ તો બે દાંત તૂટ્યા છે તમારા અને જો આવનારા સમયમાં આવી જ હરકતો રહી તો બત્તીસી પણ તૂટી જશે.’

આપને જણાવી દઇએ કે આ પહેલા વિપક્ષનાં નેતા ગોપાલ ભાર્ગવે સરકારનાં ઇરાદા પર સવાલ ઉઠાવતા ભાજપનાં ધારાસભ્યોને લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ લાલચ આપીને ભાજપનાં આર્થિક રીતે નબળા વર્ગને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આવું થવાનું નથી, કારણ કે ભાજપનાં ધારાસભ્યો લોખંડનાં ચણા સમાન છે, જે પણ તેમને ચાવવાનો પ્રયત્ન કરશે, તેના દાંત તૂટી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.