Not Set/ ટ્રમ્પે ફરી કાશ્મીર મુદ્દે આપ્યુ નિવેદન, પીએમ મોદી કહે તો હુ મધ્યસ્થતા માટે તૈયાર

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી કાશ્મીર વિશે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, તેમણે ભારત સાથે કાશ્મીર મુદ્દે વાત કરી છે, જો પીએમ મોદી ઇચ્છે તો તેઓ કાશ્મીરની મધ્યસ્થી કરવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન બંન્ને ‘શાનદાર’ છે, જેમણે સારી રીતે મળવુ જોઇએ. આ […]

World
800 ટ્રમ્પે ફરી કાશ્મીર મુદ્દે આપ્યુ નિવેદન, પીએમ મોદી કહે તો હુ મધ્યસ્થતા માટે તૈયાર

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી કાશ્મીર વિશે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, તેમણે ભારત સાથે કાશ્મીર મુદ્દે વાત કરી છે, જો પીએમ મોદી ઇચ્છે તો તેઓ કાશ્મીરની મધ્યસ્થી કરવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન બંન્ને ‘શાનદાર’ છે, જેમણે સારી રીતે મળવુ જોઇએ. આ અગાઉ જુલાઇ મહિનામાં ભારતે ટ્રમ્પની તે ટિપ્પણીને નકારી હતી, જે તેમણે પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન દાવો કરતા કહી હતી કે, પીએમ મોદીએ તેમને કાશ્મીરનાં કેસમાં દખલ કરવાનું કહ્યું હતું.

ટ્રમ્પનું કહેવુ છે કે, આ હકીકતમાં પીએમ મોદી પર નિર્ભર છે. હુ વડાપ્રધાન ઇમરાન ખાનને મળ્યો, મને ઘણો આનંદ થયો. મને લાગે છે કે પીએમ મોદી અને ઇમરાન ખાન, બંન્ને શાનદાર વ્યક્તિત્વ ધરાવે છે. વધુમાં ટ્રમ્પે કહ્યુ કે, મને લાગે છે કે બંન્ને સારી રીતે મળી શકે છે. ટ્રમ્પે આગળ કહ્યુ કે, તે પૂરી રીતે પીએમ મોદીનો નિર્ણય છે(કાશ્મીર પર મઘ્યસ્થતા સ્વીકાર કરવી કે નહી). મે પાકિસ્તાનની સાથે આ વિશે વાત કરી છે, અને મે આ વિશે ભારતની સાથે પણ ખુલીને વાત કરી છે. આ મુદ્દો(કાશ્મીર) ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે.

ભારત-પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા પર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નિવેદનનું ભારતે જ્યા પહેલા જ ખંડન કર્યુ છે, વળી હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મુદ્દો પોતાના અમેરિકાનાં સમકક્ષ માઇક પોમ્પિઓની સમક્ષ ઉઠાવ્યો છે અને સ્પષ્ટ કર્યુ છે કે આ મુદ્દે અન્ય ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો કોઇ સવાલ જ ઉભો થતો નથી. કાશ્મીર મુદ્દા પર જો વાત થશે તો તે માત્ર પાકિસ્તાન સાથે થશે અને તે પૂરી રીતે દ્વિપક્ષીય વાર્તા હશે.

ઇમરાનની સાથે મુલાકાતમાં ટ્રમ્પે શું કહ્યુ હતુ

ગયા મહિને પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને જ્યારે યુએસની મુલાકાત લીધી હતી ત્યારે ટ્રમ્પે ઇમરાન સાથેની મુલાકાત દરમિયાન ચોંકાવનાર નિવેદન આપ્યું હતું. ત્યારે ટ્રમ્પે કહ્યું હતુ કે, પીએમ મોદીએ તેમને કાશ્મીરમાં મધ્યસ્થતા કરવા કહ્યું હતુ. ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મામલા પર મધ્યસ્થતા કરવાની ઓફર પર કહ્યુ હતુ કે, જો બંન્ને દેશ તેમને મધ્યસ્થી માટે કહેશે તો તેઓને ખુશી થશે.

ભારતે ટ્રમ્પનાં નિવેદનનું ખંડન કર્યુ હતુ

ટ્રમ્પ દ્વારા કાશ્મીર પર આપવામાં આવેલ નિવેદનનુ ભારતે ખંડન કરતા કહ્યુ હતુ કે, પીએમ મોદી અને ટ્રમ્પની વચ્ચે થયેલી મુલાકાતમાં આ પ્રકારની કોઇ વાતચીત થઇ નહોતી. વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં આપેલ નિવેદનમાં કહ્યુ કે, ટ્રમ્પનું નિવેદન સચ્ચાઇથી ઘણુ અલગ આવે છે. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ જુઠ્ઠુ બોલી રહ્યા છે. તેમણે કહ્યુ કે, કાશ્મીરને લઇને ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ છે અને સરકારનાં વિચારમાં કોઇ પણ બદલાવ આવ્યો નથી. અમારો વિચાર છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિવાદિત મુદ્દાઓનું સમાધાન દ્વિપક્ષીય વાર્તાલાભથી જ સંભવ છે. જેમા અન્ય ત્રીજા પક્ષની ભૂમિકાનો સવાલ જ નથી આવતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.