Not Set/ ગુજરાતમાં મેઘરાજાની મહેર છતા 196 જળાશયોમાં 70 ટકા કરતા ઓછું જળસ્તર

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ 204 જળાશયમાંથી 196 જળાશયોમાં 70 ટકા કરતાં ઓછું જળસ્તર છે, જ્યારે માત્ર 1 જ જળાશયમાં 80થી 90 ટકા પાણી ભરાયું છે. રાજ્યમાં જ્યારે સાર્વત્રિક વરસાદ પડ્યો હોવા છતા જળાશયોમાં પાણી ઓછુ હોવુ તે એક ચિંતાનો વિષય બન્યુ છે. છેલ્લા 24 કલાકનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં […]

Gujarat
dam in gujarat ગુજરાતમાં મેઘરાજાની મહેર છતા 196 જળાશયોમાં 70 ટકા કરતા ઓછું જળસ્તર

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ 204 જળાશયમાંથી 196 જળાશયોમાં 70 ટકા કરતાં ઓછું જળસ્તર છે, જ્યારે માત્ર 1 જ જળાશયમાં 80થી 90 ટકા પાણી ભરાયું છે. રાજ્યમાં જ્યારે સાર્વત્રિક વરસાદ પડ્યો હોવા છતા જળાશયોમાં પાણી ઓછુ હોવુ તે એક ચિંતાનો વિષય બન્યુ છે.

gujarat rains ગુજરાતમાં મેઘરાજાની મહેર છતા 196 જળાશયોમાં 70 ટકા કરતા ઓછું જળસ્તર

છેલ્લા 24 કલાકનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં 4.04 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યનાં 20 જિલ્લા અને 53 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રનાં તલાલામાં નોંધાયો છે. તલાલામાં 92 મી.મી. વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે. જ્યારે અમદાવાદમાં બુધવારે સાંજે મુશળાધારા વરસાદ પડતા બોપલ ગામમાં વીજ કરંટ લાગતા વકીલ પરિવારની ગૃહિણી તથા તેમના પાળેલા શ્વાનનું મોત નિપજ્યું હતું. આપને જણાવી દઇએ કે, વડોદરામાં પડેલ ભારે વરસાદને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી વડોદરા, વલસાડ, ગોધરા, દાહોદ તરફ જતી એસટી બસો રદ્દ કરવામાં આવી છે.

808210 vadodara 8 ગુજરાતમાં મેઘરાજાની મહેર છતા 196 જળાશયોમાં 70 ટકા કરતા ઓછું જળસ્તર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતનાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. મધ્ય ગુજરાત પંચહમાલ, દાહોદ, અમદાવાદ, છોટાઉદેપુર, આણંદ અને ખાસ કરીને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

pani ગુજરાતમાં મેઘરાજાની મહેર છતા 196 જળાશયોમાં 70 ટકા કરતા ઓછું જળસ્તર

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, તાપી, નવસારી, નર્મદા, સુરત, વલસાડ, વાંસદા, ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિતનાં વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહશે તેવી આગાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.