Not Set/ સ્વરછ ભારત મિશન : રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું રસ્તા પર પેશાબ કરવો એ કોઈ મોટી બાબત નથી

જયપુર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ૨ ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે  દિલ્હીમાં રાજપથ ખાતે ‘સ્વરછ ભારત અભિયાન‘ ની શરૂઆત કરી હતી અને રાષ્ટ્રપિતા મહત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ એટલે કે ૨ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં આ મિશન પૂરું કરવાનું લક્ષ્યાંક છે. પરંતુ રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી કાલીચરણની હરકત જોઇને લાગે છે, કે આ મિશન એ માત્ર કહેવા પુરતું જ સીમિત રહેશે.   […]

India
jaypurrrrr સ્વરછ ભારત મિશન : રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું રસ્તા પર પેશાબ કરવો એ કોઈ મોટી બાબત નથી

જયપુર

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ૨ ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે  દિલ્હીમાં રાજપથ ખાતે ‘સ્વરછ ભારત અભિયાન‘ ની શરૂઆત કરી હતી અને રાષ્ટ્રપિતા મહત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ એટલે કે ૨ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં આ મિશન પૂરું કરવાનું લક્ષ્યાંક છે. પરંતુ રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી કાલીચરણની હરકત જોઇને લાગે છે, કે આ મિશન એ માત્ર કહેવા પુરતું જ સીમિત રહેશે.

gov-track5

 

રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી કાલીચરણ સરફની જયપુરના એક રોડના કિનારે પેશાબ કરતા હોય તેવી તસવીર વાયરલ થઇ છે. આ તસ્વીરમાં તેઓ રસ્તામાં એક બાજુ ગાડી ઉભી રાખીને પેશાબ કરતા નજરે જોવા મળ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીના મંત્રીમંડળએ કહ્યું કે, એક બાજુ સરકાર સ્વરછ ભારતની વાતો કરી રહી છે અને બીજી બાજુ મંત્રી આવી રીતે ખુલ્લેઆમ રસ્તા પર પેશાબ કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતા રઘુ શર્માએ આ તસ્વીરને નિશાનો સાંધતા કહ્યું કે સરકાર ‘ સ્વરછ ભારત અભિયાન ‘ ની વાતો કરી રહ્યા છે. પરંતુ લાગે છે રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રીને આ વાતથી કોઈ લાગતું વળગતું નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ કામ કરવા બદલ મંત્રીએ સાવર્જનિક રૂપથી માફી માંગવી જોઈએ.

તમને જણાવી દઈએ કે આ તસવીર એ સમયગાળામાં બહાર આવી હતી કે જયારે જયપુર શહેરને ‘સ્વરછ ભારત અભિયાન ‘માં ‘સ્વરછ શહેર’નો ઉંચો દરજ્જો આપવાની કોશિશ ચાલુ હતી.

સૌથી વધુ શરમજનક વાત એ હતી કે, જયારે પેશાબ કરતા પકડાયા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રસ્તા પર પેશાબ કરવો એ કોઈ મોટી વસ્તુ નથી. નિયમ મુજબ રસ્તા પર પેશાબ કરવાની બાબત પર પોલીસ ૨૦૦ રૂપિયા દંડ વસુલી શકે છે.