APPOINT/ મલ્લિકાર્જુન ખડગે બનશે રાજ્યસભામાં નવા વિપક્ષ નેતા, ગુલામનબી આઝાદની લેશે જગ્યા

કોંગ્રેસ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને રાજ્યસભામાં વિપક્ષી નેતા તરીકે ઘોષણા કરી શકે છે.

India Trending
tank 7 મલ્લિકાર્જુન ખડગે બનશે રાજ્યસભામાં નવા વિપક્ષ નેતા, ગુલામનબી આઝાદની લેશે જગ્યા
  • દલિત નેતા મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના છે અને 2014 થી 2019 ની વચ્ચે લોકસભામાં કોંગ્રેસના નેતા હતા.
  • ગુલામનબી વર્ષ 2005 થી 2008 દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન હતા. અને લગભગ 41 વર્ષોથી સંસદીય રાજકારણમાં રહ્યા છે. તેઓ 2014 થી રાજ્યસભામાં વિપક્ષી નેતા છે.

કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદનો કાર્યકાળ  15 ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહ્યો છે. હવે ચર્ચા છે કે કોંગ્રેસ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને રાજ્યસભામાં વિપક્ષી નેતા તરીકે ઘોષણા કરી શકે છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુને માહિતી આપી છે કે ખડગે વિપક્ષી નેતા રહેશે.

આપણે જણાવી દઈએ કે ખડગે, કર્ણાટકના દલિત નેતા છે, 2014 અને 2019 ની વચ્ચે લોકસભામાં કોંગ્રેસના નેતા હતા. મોટી વાત એ છે કે ખડગે 2019 ની લોકસભાની ચૂંટણી હારી ગયા. આ પછી, પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા.

ગુલામ નબી 2014 થી રાજ્યસભામાં વિપક્ષી નેતા છે

ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરથી રાજ્યસભાના સભ્ય છે. આઝાદ વર્ષ 2005 થી 2008 દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન પણ હતા. તેઓ લગભગ 41 વર્ષોથી સંસદીય રાજકારણમાં રહ્યા છે. તેઓ 2014 થી રાજ્યસભામાં વિપક્ષી નેતા છે. તેઓ પાંચ વખત રાજ્યસભા અને બે વાર લોકસભા સાંસદ હતા. આઝાદની સાથે ભાજપના શમશેરસિંહ, પીડીપીના મીર મોહમ્મદ ફૈઝ અને નઝીર અહેમદ લવાયનો કાર્યકાળ પણ પૂરો થવાનો છે. આઝાદ અને નઝીર અહેમદનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે અને 10 ફેબ્રુઆરીએ શમશેર સિંહ અને મીર ફૈઝનો કાર્યકાળ પૂર્ણ થઈ ચુક્યો છે.

ગુલામ નબી આઝાદ અંગે અટકળોનું બજાર ગરમ છે

ગુલામ નબી આઝાદના રાજકીય ભવિષ્યને લઈને અટકળો શરુ થઇ ગઈ છે. જ્યારે એનડીએ વતી ગુલામ નબી આઝાદને ઉપરાષ્ટ્રપતિ અથવા રાજ્યસભાના અધ્યક્ષના ઉમેદવાર બનાવવાની ચર્ચા છે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને એક મહત્વપૂર્ણ રાજ્યના રાજ્યપાલ બનાવી શકાય છે. આ સાથે એવી અટકળો પણ કરવામાં આવી રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ તેમને મોટી ભૂમિકા આપી શકે છે, જ્યાં આગામી સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે.

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 37૦ ની મોટાભાગની જોગવાઈઓને દૂર કરીને અને તેને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા પછી, વિધાનસભા ત્યાં અસ્તિત્વમાં નથી.

Election / AIMIM Effect..!! ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી, મુસ્લિમ ઉમેદવારોનાં સહારે ભાજપની કેટલીય બેઠકો…

covid19 / દેશમાં 24 કલાકમાં  9 હજાર નવા કેસ,  15 હજાર દર્દી રિકવર

Political / કાશ્મીરમાં કાળો બરફ પડે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ – ગુલામ નબી આઝાદ

લદ્દાખ / ચીને બે દિવસમાં 200 ટેંક દુર કરી, ઝડપથી ખાલી કરી રહ્યું છે પેંગોંગ ત્સો વિસ્તાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…