Bollywood/ સલમાન ખાનને આર્મ્સ લાઇસન્સ કેસમાં કોર્ટ તરફથી મોટી રાહત, ફોટો શેર કરી કહ્યું આવું…

સલમાન ખાન વિરુદ્ધનો આ કેસ આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં સંબંધિત છે. આ અંતર્ગત અભિનેતા પર તેના શસ્ત્ર લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ હોવાનો આરોપ મૂકાયો હતો, જેનો ઉપયોગ શિકાર કરવામાં આવ્યો હતો.

Entertainment
a 119 સલમાન ખાનને આર્મ્સ લાઇસન્સ કેસમાં કોર્ટ તરફથી મોટી રાહત, ફોટો શેર કરી કહ્યું આવું...

બોલિવૂડના જાણીતા અભિનેતા સલમાન ખાને લોકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડી નથી. રાજસ્થાનની એક અદાલતે ગુરુવારે સલમાન ખાનને હથિયાર લાઈસેન્સ સંબંધિત ખોટા સોગંદનામ ભરવાના આરોપોથી મોટી રાહત આપી છે. કોર્ટે તેની સામે રાજસ્થાન સરકારની અરજી ફગાવી દીધી હતી અને તેને આ આરોપમાંથી મુકત કર્યા હતા. આવી સ્થિતિમાં સલમાન ખાને એક ફોટો શેર કર્યો હતો અને ચાહકોનો આભાર માન્યો હતો. સલમાન ખાને ચાહકોને પોતાની અને તેમના પરિવારની સંભાળ રાખવા કહ્યું છે.

સલમાન ખાને પોતાનો ફોટો શેર કરતાં લખ્યું કે, “મેરે સભી ફેંસ કે લીએ, આપકે પ્યાર, સમર્થન ઓર ચિંતા કે લીએ ધન્યવાદ.ખ્યાલ રખો અપના ઓર અપને પરિવાર કા. ફોટામાં સલમાન ખાન બ્લેક સૂટ અને શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં તેનો અંદાજપણ ખરેખર આકર્ષક લાગે છે.

જણાવી દઈએ કે સલમાન ખાનને હથિયાર લાઇસન્સ અંગે ખોટા સોગંદનામું દાખલ કરવાના કેસમાં રાજસ્થાનની એક કોર્ટે ગુરુવારે મોટી રાહત આપી છે. કોર્ટે તેની સામે રાજસ્થાન સરકારની અરજી ફગાવી દીધી હતી અને તેને આ આરોપમાંથી મુકત કર્યો હતો.

સલમાન ખાન વિરુદ્ધનો આ કેસ આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં સંબંધિત છે. આ અંતર્ગત અભિનેતા પર તેના શસ્ત્ર લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ હોવાનો આરોપ મૂકાયો હતો, જેનો ઉપયોગ શિકાર કરવામાં આવ્યો હતો. સલમાન ખાનના વકીલ એચ.એમ. સારસ્વતે કહ્યું, “મને ખુશી છે કે અદાલતે રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી અને સલમાન ખાનને ખોટો સોગંદનામું દાખલ કરવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો. આ કેસમાં વધારે સત્તા નહોતી અને આ આરોપ માત્ર પજવણી માટેનો હતો.” હેતુસર સ્થાપિત કરવામાં આવ્યા હતા. “

કોર્ટને પાછળથી ખબર પડી કે સલમાન ખાનનું લાઈસન્સ ખોવાયું નથી. પરંતુ તેને રીન્યુ માટે આપ્યું છે. જેના કારણે કોર્ટે સલમાનને ઠપકો આપ્યો હતો. સરકારી વકીલે કોર્ટમાંથી માંગ કરી હતી કે સલમાન વિરુદ્ધ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો કેસ ચલાવવામાં આવે. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કોર્ટમાં દલીલ કરી હતી કે સલમાન જાણી જોઈને ખોટું બોલ્યો નથી. વ્યસ્તતાને કારણે તે ભૂલી ગયો કે તેનું શસ્ત્ર લાઈસન્સ ખોવાઈ ગયું નથી. બીજા કેસનો હવાલો આપતા તેમણે કહ્યું કે જો આરોપી સલમાનને આ ખોટા સોગંદનામાંથી કોઈપણ રીતે ફાયદો થયો નથી અથવા ભવિષ્યમાં તેનો લાભ નહીં લેવાય. તેથી તેને આ કેસમાંથી નિર્દોષ છોડી દેવા જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ