Suhana Khan/ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બની સિંગર, આ ફિલ્મના ગીતથી કરી સિંગિંગ ડેબ્યૂ

‘ધ આર્ચીઝ’ની રીલિઝ પહેલા સુહાના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગથી નહીં પરંતુ સિંગિંગ દ્વારા ડેબ્યૂ કર્યું હતું. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ કરવા જઈ રહી છે.

Trending Entertainment
સુહાના ખાન

‘ધ આર્ચીઝ’ની રીલિઝ પહેલા સુહાના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગથી નહીં પરંતુ સિંગિંગ દ્વારા ડેબ્યૂ કર્યું હતું. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ કરવા જઈ રહી છે. આ દિવસોમાં ‘ધ આર્ચીઝ’ની આખી સ્ટાર કાસ્ટ હાલ ચર્ચામાં છે. સુહાના ખાને હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર એક એવો ખુલાસો કર્યો છે, જેને જાણીને તમે પણ ખુશ થઈ જશો. હવે તાજેતરમાં સુહાના ખાને જણાવ્યું કે તે માત્ર અભિનયમાં જ નહીં પરંતુ સિંગર તરીકે પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના ખાનની ‘ધ આર્ચીઝ’ને લઈને લોકોમાં ભારે ચર્ચા છે.

સુહાના ખાને આ ગીતથી સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું

સુહાના ખાને તેના ઈન્સ્ટા પર ‘જબ તુમ ના ધ’ ગીતનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં અભિનેત્રીએ ગીત સાથે જોડાયેલી કેટલીક માહિતી પણ શેર કરી છે. સુહાના ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને ખુલાસો કર્યો છે કે તેણે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના ‘જબ તુમ ના થે’માં પોતાનો અવાજ આપ્યો છે. અભિનેત્રીએ ઝોયા અખ્તર અને શંકર મહાદેવનનો પણ આભાર માન્યો છે.

Instagram will load in the frontend.

સુહાના ખાનના ગીતે લોકોના દિલ જીતી લીધા હતા

સુહાના સિવાય આ ગીત અદિતિ સહગલે ગાયું છે. સુહાના ખાને કેપ્શનમાં લખ્યું, “મેં મારું પહેલું ગીત ગાયું! મારી સાથે આટલી ધીરજ રાખવા બદલ ઝોયા અખ્તર અને શંકર મહાદેવનનો આભાર. ગીત સાંભળો.” સુહાનાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં યુઝર્સ તેને મલ્ટી ટેલેન્ટેડ ગણાવી રહ્યાં છે.અનન્યા પાંડેએ લખ્યું, ‘તેનો અવાજ ખૂબ જ સારો છે’.શ્વેતા બચ્ચને લખ્યું, ‘અમેઝિંગ’.કોમેન્ટ કરતી વખતે ઝોયા અખ્તરે પણ સુહાનાના વખાણ કર્યા.ખુશી કપૂર,શનાયા કપૂરે પણ સુહાનાને અભિનંદન પાઠવ્યા. સુહાના ખાનની ‘જબ તુમ ના ધી’ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Instagram will load in the frontend.

આર્ચીઝ વિશે

તમને જણાવી દઈએ કે સુહાના ખાન પણ જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સુહાના નેટફ્લિક્સની આગામી ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. ઝોયા અખ્તરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સુહાના સાથે ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા પણ જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બર 2023ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.


આ પણ વાંચો:Animal Movie/‘એનિમલ’ માટે બે દિવસમાં બુક થઈ 2 લાખથી વધુ ટિકિટ, રણબીરને મળશે તેની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ!

આ પણ વાંચો:David Beckham/શાહરૂખ ખાનના ઘરે સોનમ કપૂર, ડેવિડ બેકહામની આતિથ્ય બાદ ‘મન્નત’થી આ વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો;Bigg Boss 17/‘વિકી ગેમ રમી રહ્યો છે…’, સલમાન ખાને ખોલી અંકિતા લોખંડેની આંખો