Not Set/ કેન્દ્ર સરકાર આર્થિક મંદીને પહોચી વળવા પેકેજ પર કરી રહી છે વિચાર

મંદીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર નાણાં મંત્રાલય સાથે મળીને ઉદ્યોગો માટે એક પ્રોત્યાહન પેકેજ પર કામ કરી રહી છે, જેમાં કરવેરામાં ઘટાડો, સબસિડી અને અન્ય પ્રોત્સાહન જેવા નાણાકીય ઉપાય હશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પેકેજનું લક્ષ્ય માત્ર ઉદ્યોગોની કિંમત ઘટાડવાનું નથી, પરંતુ ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ માટે પણ પગલાં લેવાનું […]

India

મંદીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર નાણાં મંત્રાલય સાથે મળીને ઉદ્યોગો માટે એક પ્રોત્યાહન પેકેજ પર કામ કરી રહી છે, જેમાં કરવેરામાં ઘટાડો, સબસિડી અને અન્ય પ્રોત્સાહન જેવા નાણાકીય ઉપાય હશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પેકેજનું લક્ષ્ય માત્ર ઉદ્યોગોની કિંમત ઘટાડવાનું નથી, પરંતુ ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ માટે પણ પગલાં લેવાનું છે.

આ સાથે મહેસૂલ વિભાગની સાથે મળીને એવા પગલા લેવામાં આવશે કે પ્રમાણિક કરદાતાઓને હેરાન ન થાય, અથવા જેમણે સામાન્ય ભૂલો કરી છે, તેઓને તે માટે ત્રાસ આપવામાં આવશે નહીં. વડા પ્રધાને તાજેતરનાં મીડિયા ઇન્ટરવ્યુમાં આ પગલાઓની માહિતી આપી હતી. ભારતીય ઉદ્યોગ તરફથી માંગ ઘટવાના મામલે સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી, સરકાર ઉપભોક્તાઓનાં હાથમાં વધુ ધન પહોચે, એવા પગલા લેશે જેથી વપરાશમાં વેગ આવે. તેથી અપ્રત્યક્ષ દરમાં કાપ લાવવામાં આવશે.

એસોચેમનાં પ્રમુખ બી.કે. ગોયન્કાએ કહ્યું, ‘અર્થતંત્રને પ્રોત્સાહન પેકેજ તરીકે તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે. અમે એક લાખ કરોડ રૂપિયાનાં પેકેજની ભલામણ કરી છે. સૂત્રો કહે છે, “નાણાંમંત્રી વિવિધ ઉદ્યોગોનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી છે અને તેમની ચિંતાઓ વિશે માહિતી એકઠી કરી છે જેથી મંદીને પહોંચી વળવા પગલાં લઈ શકાય. તેના આધારે, એક પેકેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.