Not Set/ PNB ફ્રોડ ટ્રાન્જેકશનના મામલે નિરવ મોદી વિરુદ્ધ થઈ FIR, 9 સ્થળોએ પાડ્યાં દરોડા

પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્તિથ બ્રાંચમાં કેટલાક ફ્રોડ ટ્રાન્જેકશન થયા હોવાનું બહાર આવ્યું હતું. શેરબજાર બીએસઈમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. PNB Fraud Case: ED team at Nirav Modi's showroom & office in Mumbai's Kala Ghoda. pic.twitter.com/3YQq4lyKNj— ANI (@ANI) February 15, 2018 આ ફોર્ડ […]

Top Stories
72154980 NiravmodiPNBfraudcase 6 PNB ફ્રોડ ટ્રાન્જેકશનના મામલે નિરવ મોદી વિરુદ્ધ થઈ FIR, 9 સ્થળોએ પાડ્યાં દરોડા

પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્તિથ બ્રાંચમાં કેટલાક ફ્રોડ ટ્રાન્જેકશન થયા હોવાનું બહાર આવ્યું હતું. શેરબજાર બીએસઈમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું.

આ ફોર્ડ ટ્રાન્જેકશનના મામલે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અરબપતિ જવેલરી ડીઝાઇનર નિરવ મોદી વિરુદ્ધ FIR નોધવામાં આવી છે. અને નિરવ મોદી કેસમાં જોડાયેલ 9 જગ્યાઓએ દરોડા પાડ્યા છે.

4 મુંબઈ, 2 સુરત એન 2 દિલ્હીના સ્થળોએ દરોડા પડ્યા છે. આ FIR 31 જાન્યુઆરીના રોજ નોંધવામાં આવી હતી, EDએ નિરવ મોદીના ઘરે અને તેના શોરૂમ પર દરોડા પાડ્યા હતાં.

આ ફ્રોડ ટ્રાન્જેકશન બેંકમાં ખાતું ધરાવતા કેટલાક ખાસ વ્યક્તિઓની સહમતી બાદ કરવામાં આવ્યા છે અને તેનું મુખ્ય કારણ કેટલાક લોકોને ફાયદો પહોચાડવાનો હતો. બુધવારે થયેલા આ ખુલાસા પછી જાંચ એજન્સીઓ એક્શનમાં આવો ગઈ હતી.

બેંકનો આરોપ છે કે નિરવ, અને તેનો ભાઈ વિશાલ, અને તેમની પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ બેંક અધિકારીયો સાથે મળીને આ ફ્રોડ ટ્રાન્જેકશનનું કૌભાંડ આચર્યું છે અને ખોટા વ્યવહારોને દર્શાવ્યા છે.

બેંક દ્વારા આ ફ્રોડ ટ્રાન્જેકશનની માહિતી જાહેર કર્યા બાદ બુધવારે સવારે શેરબજારોમાં પંજાબ નેશનલ બેંકના શેરોમાં જોરદાર ઘટાડો સામે આવ્યો હતો.

Image result for pnb-fraud-case-ed-raids-nirav-modis-properties-in-mumbai

પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી બેંક છે. જયારે બેન્કની કુલ સંપત્તિ અનુસાર PNB દેશની ચોથી સૌથી મોટી બેંક છે.