મુલાકાત/ PM મોદીએ રાજભવનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે એક કલાક કરી બેઠક

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે સ્ટેડિયમમાં મેચ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા,બાદમાં  ગાંધીનગર પહોચ્યા હતા

Top Stories Gujarat
14 4 PM મોદીએ રાજભવનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે એક કલાક કરી બેઠક

 meeting:આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે સ્ટેડિયમમાં મેચ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા,બાદમાં  ગાંધીનગર પહોચ્યા હતા. રાજભવન મુકામે ભૂુતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના કુટુબજનીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.  શંકરસિંહ વાઘેલા સાથે પણ PM મોદીએ મુલાકાત યોજી હતી.

અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે ઉતર્યા બાદ સૌથી પહેલા તેમણે ( meeting) શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી. 50 મિનિટ લાંબી ચાલેલી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જો કે શંકરસિંહ વાઘેલાએ આ માત્ર એક ઔપચારિક મુલાકાત હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના પુત્રના લગ્ન હોવાથી તેમને આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ પણ સમયની અનુકુળતા હશે તો ચોક્કસ હાજર રહેશે તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે લાંબાગાળા બાદ બે દિગ્ગજોની ( meeting) મુલાકાત થઇ હતી અને એક કલાકથી વધુ સમય સુધી વાતચીત ચાલી હતી, આ અંગે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે  આ બેઠકમાં અમે જુના સંસ્મરણો વાગોળ્યા હતા. મે હીરા બા સાથે પીએમ મોદીના એક ફોટાને ગોલ્ડફ્રેમ કરાવી તેમને ભેટ આપ્યો હતો. જ્યારે મહેન્દ્રસિંહે પીએમ મોદીનું ખેસ પહેરાવ્યો હતો. આ ઉપરાંત અમારા ઘરમાં પ્રસંગ આવી રહ્યો છે. મહેન્દ્રસિંહના દિકરાના લગ્ન છે. જેથી અમે તેમને આમંત્રણ પત્રિકા પણ આપી હતી. પીએ મોદીને ચોક્કસ હાજર રહેવાનો આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ પણ કંકોતરી સ્વિકારીને હરખ વ્યક્ત કરવાની સાથે સમયની સાનુકુળતા હશે તો ચોક્કસ આવવાનું વચન આપ્યું હતું. ત્યાર બાદ જુની વાતો યાદ કરીને હાલની સ્થિતિ અંગે સામાન્ય ચર્ચા કર્યા બાદ અમે છુટા પડ્યા હતા.

NASA-ISRO/NISAR સેટેલાઇટ અમેરિકાથી ભારત આવ્યો, લોન્ચિંગ બાદ આપત્તિ અંગે કરશે એલર્ટ

Election Commision/કર્ણાટક પહોંચી ચૂંટણી પંચની ટીમ, રાજકિય હલચલ તેજ, PM મોદી આ તારીખે કરશે પ્રવાસ