પ્રતિબંધ/ આ રાક્ષસી વૃક્ષથી ચેતવુ જરૂરી, રાજ્ય સરકારે રોપા ઉછેર પર સંપૂર્ણ પ્રતિબંધ

આ વિદેશી પ્રજાતિનું વૃક્ષ છે, કોનોકાર્પસ વૃક્ષને લીધા માનવ શરીરમાં તેની ગંભીર અસર થતી હોવાની વાત સામે આવી છે.

Gujarat Others
Mantavyanews 16 5 આ રાક્ષસી વૃક્ષથી ચેતવુ જરૂરી, રાજ્ય સરકારે રોપા ઉછેર પર સંપૂર્ણ પ્રતિબંધ

@સંજય વાઘેલા

હાલમાં જ રાજ્ય સરકારે કોનોકાર્પસ રોપા ઉછેર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકારે વન વિભાગના તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે કોનોકાર્પસ નામના વૃક્ષનું વાવેતર અટકાવવામાં આવે તે દિશામાં પગલા લેવામાં આવે. આ વિદેશી પ્રજાતિનું વૃક્ષ છે, કોનોકાર્પસ વૃક્ષને લીધા માનવ શરીરમાં તેની ગંભીર અસર થતી હોવાની વાત સામે આવી છે. જેમાં આ વૃક્ષને કારણે નાગરિકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી વગેરે રોગો થવાની શકતાઓ રહેલી છે. રાજ્યમાં કોનોકાર્પસ વૃક્ષનું ક્યાય વાવેતર ન થાય અને લોકોમાં આ વૃક્ષ અને જાગૃતિ આવે તે દિશામાં કામ કરવા માટે વન વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

ભારતમાં હાલમાં જ કોનોકાર્પસ નામનું વૃક્ષ ખૂબ જ ચર્ચામાં છે. સુશોભન માટે વપરાતું આ વૃક્ષ મૂળ પશ્ચિમી એશિયામાં જોવા મળે છે. ઝડપથી વૃદ્ધિ કરતું આ વૃક્ષ શોભામાં ચોકકસપણે વધારો કરે છે. પરંતુ તે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે તેવું પર્યાવરણવિદોનું કહેવું છે.

આ વૃક્ષના મૂળ આસપાસના સ્ટ્રક્ચર્સને નુકશાન કરે છે અને જમીનમાંથી વધુ પ્રમાણમાં પાણી શોષે છે. આ બધાં કારણોના કારણે તેને હાર્મફુલટ્રી ગણવામાં આવે છે. પાકિસ્તાન અને ગલ્ફના દેશોએ તેને મ્યુનિ.ગાર્ડન ડીપાર્ટમેંટમાં તેના વાવેતર માટે બેન પ્રતિબંધિત કર્યુઁ છે. કોનોકૉર્પસ શ્વસન રોગો અને વિભિન્ન ઍલર્જીનું કારણ બને છે. આ વૃક્ષોના મૂળિયા ઘણા મજબૂત હોય છે. જેથી તેઓ જમીનમાં ઊંડે સુધી ઉતરીને પાઇપલાઇનોને પણ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત આસપાસની દિવાલો અને બાંધકામને પણ કોનોકૉર્પસથી નુકસાન પહોંચવાની ભારે શક્યતા છે. આ વૃક્ષ મોટી માત્રામાં ભૂજળ શોષી લે છે. વનસ્પતિશાસ્ત્રીઓના દાવા મુજબ કોનોકૉર્પસ માણસનાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દેશમાં શહેરીકરણ અને ઉદ્યોગીકરણનાં કારણે લીલા જંગલો કપાતા જાઈ છે. અને તેના સ્થાને કોન્ક્રીટ કે સિમેન્ટના જંગલો ઉભા થયા છે. જેમ કોઈપણ ક્રિયાની પ્રતિક્રિયા હોય તેમ આપણા સમાજમાં વૃક્ષ છેદન કરનારની સામે વૃક્ષોનું વાવેતર અને પર્યાવરણનું જતન કરનારો જાગૃત વર્ગ પણ જોવા મળે છે. પરંતુ ઘણી ખરી વાર પૂરતા જ્ઞાનનાં અભાવને કારણે અજાણતા જ પર્યાવરણનું રક્ષણ કરવાના હેતુથી કરેલું કાર્ય જ પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગ દ્વારા આદેશ કરાયો છે. સમગ્ર ગુજરાતમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પણ પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી છે.

આ પણ વાંચો:ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ, છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર

આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ