Not Set/ અમદાવાદ/ હાથીજણનાં કયા આશ્રમમાં કિશોરીઓને ગોંધી રખાય છે, ક્યાંની છે આ કિશોરીઓ

અમદાવાદનાં હાથીજણનો એક આશ્રમ ભારે વિવાદમાં સપડાયો છે. અમદાવાદનાં હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ પર અતી ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા છે. હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ  દક્ષિણ ભારતમાંથી કિશોરીઓને લાવી ગોંધી રાખવા જેવા આક્ષેપો કરવમાં આવ્યા છે. જી હા દક્ષિણભાર અને ખાસ કરીને કર્ણાટકમાંથી અહીં નાની મોટી 40 કે તેથી વધુ યુવતી-કિશોરીઓને કોઇને જાણ કર્યા વિના જ લાવવામાં […]

Top Stories Ahmedabad Gujarat
ahm ashram.JPG1 અમદાવાદ/ હાથીજણનાં કયા આશ્રમમાં કિશોરીઓને ગોંધી રખાય છે, ક્યાંની છે આ કિશોરીઓ

અમદાવાદનાં હાથીજણનો એક આશ્રમ ભારે વિવાદમાં સપડાયો છે. અમદાવાદનાં હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ પર અતી ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા છે. હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ  દક્ષિણ ભારતમાંથી કિશોરીઓને લાવી ગોંધી રાખવા જેવા આક્ષેપો કરવમાં આવ્યા છે. જી હા દક્ષિણભાર અને ખાસ કરીને કર્ણાટકમાંથી અહીં નાની મોટી 40 કે તેથી વધુ યુવતી-કિશોરીઓને કોઇને જાણ કર્યા વિના જ લાવવામાં આાવી છે અને તે તમામને અહીં ગોંધી રાખવામાં આવી હોવાનો આક્ષેપ હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ પર લાગાવવામાં આવ્યો છે.

આ આક્ષેપ કોઇ બીજા વ્યક્તિ કે સમુહે નહીં પરંતુ હાથીજણનાં નિત્યાનંદ આશ્રમમાં દ.ભારતમાંથી લાવવામાં આવેલી આ કિશોરીઓનાં માતા-પિતા કે ઘરનાં લોકો દ્વારા જ કરવામાં આવ્યા છે. હાથીજણનાં નિત્યાનંદ આશ્રમમાં લાવવામાં આવેલી કિશોરીઓનાં ઘરવાળા દ્વારા આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પૂર્વે પણ આ જ રીતે પોતાની યુવાન કિશોરી(દિકરી)ઓ આશ્રમ દ્રારા ક્યાંક મોકલી આપવામાં આવી છે જેની આજ સુધી કોઇ ભાળ મળી રહી નથી. પ્રાથમીક દ્રષ્ટીએ હુમનટ્રાફિકીંગનાં આક્ષેપો ફલિત થતા આ મામલે અમદાવાદ પોલીસ અને ચાલર્ન્ડ વેલફેર સોસાયટી દ્વારા પર ઝુકાવવામાં આવ્યું

ahm ashram.JPG2 અમદાવાદ/ હાથીજણનાં કયા આશ્રમમાં કિશોરીઓને ગોંધી રખાય છે, ક્યાંની છે આ કિશોરીઓ

સમગ્ર મામલે તપાસ માટે પોલીસ હાથીજણનાં નિત્યાનંદ આશ્રમએ દોડી આવી. પરંતુ પોલીસને પણ કલાકો સુધી આશ્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો નહી અને સમગ્ર મામલો જાહેરમાં આવ્યો હતો. હાથીજણનાં નિત્યાનંદ આશ્રમે હાજર લવાયેલી કિશોરીઓના પરિવારજનો અને માતા-પિતા દ્વારા ભારે બબાલ મચાવવામાં આવી હતી. પોલીસને સુધા હાથીજણનાં નિત્યાનંદ આશ્રમમાં પ્રવેશ આપવામાં ન આવતા દાળમાં કાળું જ નહીં, પરંતુ પુરે પુરી દાળ જ કાળી હોવાનું પ્રાથમિક તપાસમાં જ ફલીત થઇ રહ્યું હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસની સાથે સાથે મીડિયાને પણ આશ્રમમાં પ્રવેશ અને કોઇની સાથે વાત કરવા દેવામાં આવી નહોતી.

ahm ashram અમદાવાદ/ હાથીજણનાં કયા આશ્રમમાં કિશોરીઓને ગોંધી રખાય છે, ક્યાંની છે આ કિશોરીઓ

લગભગ બે કલાકનાં હાઇ વોલ્ટેઝ ડ્રામાનાં અંતે પોલીસને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો, પણ માધ્યમોને કિશોરીઓનાં જીવનું જોખમ હોવાનું બેજવાબદાર બહાનું આપી પ્રવેશ દેવામાં ન આવ્યો. ત્યાં હાજર અને છેકે, દક્ષિણ ભારતનાં કર્ણાટક રાજ્યમાંથી આવેલા અહીં લાવવામાં આવેલી કિશોરીઓના પરિવાજનો દ્વારા હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ સામે ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા છે.

કિશોરીઓનાં પરિવારમાંથી મોટા ભાગનાંનું કહેવું છે કે, આવું પહેલીવાર નથી બન્યું, એક કિશોરીની માતાએ જણાવ્યું હતું કે, તે પોતાની એક દિકરીને છેલ્લા 1.5 વર્ષથી જોઇજ નથી, તેને આશ્રમ દ્વારા આજ પ્રકારે ક્યાંક ગાયબ કરી દેવામાં આવી છે. તે છેલ્લા લાબાં સમયથી પોતાની દિકરી વિશે આશ્રમનાં સત્તાધિશોને પુછી રહ્યા છે. પરંતુ કોઇ પ્રકારનો જવાબ મળી રહ્યો નથી. કિશોરીઓના પરિવારજનોનાં જણાવ્યા પ્રમાણે હાલ આ હાથીજણનાં નિત્યાનંદ આશ્રમમાં કર્ણાટકનાં બેગલોરૂમાંથી લગભગ 40થી વધુ યુવતિએ અને કિશોરીઓને લાવવામાં આવી છે. જેમાથી 20 તો સગીરાઓ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

ભારે હોબાળા વચ્ચે પોલીસ અને ચિલર્ન્ડ વેલફેર સોનાં સભ્યો દ્વારા આશ્રમમાં પ્રવેશી સમગ્ર મામલે તપાસ હાથ ઘરવામં આવી છે. ત્યારે લોક વચ્ચે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છેકે, શું થશે આ કિશોરીઓનું? શું કિશોરીઓને ન્યાય મળશે? શું ગાયબ થયેલી કિશોરીઓ ફરી મળશે કે??? હાલ પોલીસ દ્વાર આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન