Not Set/ વરસાદની સિઝનમાં સરીસૃપો બહાર નીકળવાના કિસ્સામાં વધારો….

ચોમાસાની ઋતુમાં સરીશ્રુપો જમીન પર આવવાના કિસ્સામાં વધારો થયા છે ત્યારે ગીર વેરાવળમાં ઘણી જગ્યાઓ પર સરીશ્રુપો દેખાવાના કિસ્સાઓ વધી ગયા છે. વેરાવળ નજીકના ડારી ગામે ફિશિંગ નેટમાં એક અજગર ફસાઈ ગયો હતો . જેની જાણ સ્થાનિકોને થતા વન વિભાગ અને સ્થાનિક સ્નેક કેચરને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વેરાવળના આરએફઓ અને સ્થાનિક […]

Top Stories Gujarat
સાપ વરસાદની સિઝનમાં સરીસૃપો બહાર નીકળવાના કિસ્સામાં વધારો....

ચોમાસાની ઋતુમાં સરીશ્રુપો જમીન પર આવવાના કિસ્સામાં વધારો થયા છે ત્યારે ગીર વેરાવળમાં ઘણી જગ્યાઓ પર સરીશ્રુપો દેખાવાના કિસ્સાઓ વધી ગયા છે. વેરાવળ નજીકના ડારી ગામે ફિશિંગ નેટમાં એક અજગર ફસાઈ ગયો હતો . જેની જાણ સ્થાનિકોને થતા વન વિભાગ અને સ્થાનિક સ્નેક કેચરને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વેરાવળના આરએફઓ અને સ્થાનિક સ્નેક કેચર દ્વારા તેનું રેસ્કયું કરવામાં આવ્યું હતું .ઉલ્લેખનિય છે કે ચોમાસાની ઋતુમાં સરીશ્રુપો ગરમી મેળવવા બહાર આવતા હોય છે અને તે સમયે લોકો વચ્ચે આવતા ગભરાઈ જતા સર્પ દંશના કેસમાં પણ વધારો થયા છે ત્યારે વન વિભાગ લોકોને અપીલ કરવામાં આવી હતી કે સર્પ દંશના કેસમાં હોસ્પિટલમાં સારવાર લેવી અને સરીશ્રુપો બહાર આવતા વન વિભાગને જાણ કરવી

આ મહાકાય અજગર જે વાડી વિસ્તારમાં દેખા દેતા લોકો માં ભય ફેલાયો હતો જો કે વન વિભાગ ની ટીમે આ મહાકાય અજગર નું રેસ્કયુ હાથ ધરી સહીસલામત ફરી જંગલ માં મુક્ત કરેલ છે.

આવી જ રીતે વેરાવળ નજીક ડારી ગામે ફિશિંગ નેટ માં એક અજગર ફસાઈ ગયેલ અને ફિશિંગ નેટ માંથી નીકળવા માટે ની મથામણ માં ઇજાગ્રસ્ત પણ થયેલ જેને વન વિભાગ દ્વારા જાણીતા સ્નેક કેચર રાજુ કોળી ની મદદ થી સહીસલામત રેસ્કયુ કરી અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે સારવાર માં ખસેડેલ આ ઉપરાંત આ સ્થળે થી એક કોબ્રા સાપ નું પણ રેસ્કયુ કરવા માં આવેલ.

ખાસ કરીને હાલ માં ચોમાસા ની ઋતુ માં જમીન ના પેટાળ માં પાણી ભરાતા સાપ, અજગર જેવા સરીસૃપો જમીન ના પેટાળ માંથી બહાર ગરમી મેળવવા નીકળી પડે છે.

s3 વરસાદની સિઝનમાં સરીસૃપો બહાર નીકળવાના કિસ્સામાં વધારો....

આવા સંજોગો માં ક્યારે અણસમજ માં માનવ જીવ આવા સરી સૃપો ને રાંજાડે છે અથવા ભય ના કારણે હાની પહોંચાડતા હોય છે અને આવી સ્થિતિમાં સરી સૃપો પણ ગભરાઈ ને માનવ જીવ ને કરડી લેતા હોવા ના કિસ્સામાં વધારો જોવા મળે છે.

વેરાવળ ના જાણીતા સ્નેક કેચર રાજુ કોળી ના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસા ની ઋતુ ના કારણે તેને રોજ ના ચાર પાંચ કોલ આવે છે અને પોતે આવા સ્થળો પર થી કોબ્રા, અજગર જેવા સરી સૃપો ના રેસ્કયુ કરે છે. પોતાને સરી સૃપો વ્હાલા હોવા થી માનવ જીવ અને સરીસૃપો બન્ને ના રક્ષણ માટે રાજુ કોળી હમેશા તત્પર રહે છે.

s2 વરસાદની સિઝનમાં સરીસૃપો બહાર નીકળવાના કિસ્સામાં વધારો....

ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે સર્પ દંશ થાય ત્યારે લોકો અંધ શ્રધ્ધા ના કારણે દવાખાને જવા નું ટાળે છે અંતે પોતાના સ્વજન ને ગુમાવે છે ત્યારે સ્નેક કેચર રાજુ કોળી પણ લોકો ને આવા સમયે અંધ શ્રદ્ધા ને બાજુ પર મૂકી પ્રથમ દવાખાને જવાની સલાહ આપે છે.

 

વર્તમાન વરસાદ ની સીઝન માં સરી સૃપો જે પ્રમાણે જમીન પર આવી ચડે છે ત્યારે લોકો ના વાહનો માં પણ પોતાની સુરક્ષા માટે છુપાઈ જતા હોવા ના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વન્ય જીવો અને પોતાની સલામતી માટે લોકો પોતે જાગૃત બને તે પણ અનિવાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.