ED/ મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી ટીમે કર્યો ખુલાસો નોરા ફતેહી આરોપી નથી વિક્ટિમ છે

બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીના પ્રવક્તા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે  કે અભિનેત્રી કોઈપણ પ્રકારની મની લોન્ડરિંગ પ્રવૃત્તિનો ભાગ નથી

Top Stories Entertainment
NNNNNORRRA મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી ટીમે કર્યો ખુલાસો નોરા ફતેહી આરોપી નથી વિક્ટિમ છે

બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીના પ્રવક્તા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે  કે અભિનેત્રી કોઈપણ પ્રકારની મની લોન્ડરિંગ પ્રવૃત્તિનો ભાગ નથી. નોરા ફતેહીએ દાવો કર્યો છે કે આ કેસમાં તે ભોગ બની છે અને તે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સંપૂર્ણ સહકાર આપશે.

નોરા ફતેહીના પ્રવક્તાનું આ નિવેદન નોરા દ્વારા ટાંકવામાં આવ્યું છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  નોરા ફતેહીને એક દિવસ પહેલા લગભગ 8 કલાક સુધી પુછપરછ કરી હતી.નોરા વતી તેમના પ્રવક્તાએ કહ્યુ કે અમે તમને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મીડિયામાં વિવિધ પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે. નોરા ફતેહી આ કેસનો ભોગ બની છે અને સાક્ષી તરીકે તે તપાસમાં અધિકારીઓને મદદ કરી રહી છે. અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે તે કોઈપણ મની લોન્ડરિંગ પ્રવૃત્તિનો  ભાગ રહી નથી અને તે આ વિશે કંઈ જાણતી નથી.

વધુમાં તેમણે કહ્યું કે નોરા ફતેહીનો આરોપી સાથે કોઈ અંગત સંબંધ નથી અને આ તપાસમાં તે માત્ર EDને મદદ કરી રહી છે. ઉપરાંત પ્રવક્તાએ જણાવ્યુ કે અમે મીડિયાના અમારા સાથી મિત્રોને વિનંતી કરીએ છીએ કે કોઈપણ સત્તાવાર માહિતી બહાર પાડતા પહેલા તેઓ નિવેદન આપવાથી દૂર રહે.