Not Set/ સુરત : કરોડોની સંપત્તિ છોડીને આ ભાઈ-બહેનની જોડી લેશે દીક્ષા

સુરત જૈન સમાજમાં સંસારી મોહ માયાને છોડીને  દીક્ષા લેવાના  કિસ્સા અવારનવાર આવતા રહે છે. તેવો જ એક કિસ્સો ગુજરાતમાં સુરત શહેરમાં બહાર આવ્યો છે. કરોડોની મિલકત ધરાવતા ભાઈ-બહેન એક સાથે ૯ ડીસેમ્બરના રોજ દીક્ષા લેશે. સુરતમાં અડાજણ વિસ્તારમાં  રહેતા ૨૦ વર્ષીય યશ વોરા અને તેમની ૨૨ વર્ષીય બહેન આયુષી વોરા ડીસેમ્બરમાં દીક્ષા લેવાના છે. યશ […]

Top Stories Gujarat Surat Trending
jain 1 સુરત : કરોડોની સંપત્તિ છોડીને આ ભાઈ-બહેનની જોડી લેશે દીક્ષા

સુરત

જૈન સમાજમાં સંસારી મોહ માયાને છોડીને  દીક્ષા લેવાના  કિસ્સા અવારનવાર આવતા રહે છે.

તેવો જ એક કિસ્સો ગુજરાતમાં સુરત શહેરમાં બહાર આવ્યો છે. કરોડોની મિલકત ધરાવતા ભાઈ-બહેન એક સાથે ૯ ડીસેમ્બરના રોજ દીક્ષા લેશે. સુરતમાં અડાજણ વિસ્તારમાં  રહેતા ૨૦ વર્ષીય યશ વોરા અને તેમની ૨૨ વર્ષીય બહેન આયુષી વોરા ડીસેમ્બરમાં દીક્ષા લેવાના છે.

સુરત : કરોડોની સંપત્તિ છોડીને આ ભાઈ-બહેનની જોડી લેશે દીક્ષા

યશ અને આયુશીના પિતા સુરતમાં કાપડના મોટા વેપારી છે. તે બનેએ પોતાનું ભણતર પૂરું થયા પછી ધાર્મિક ભણતર માટે પૂજ્ય આચાર્ય ભગવાન યશોવરમ મહારાજને મળ્યા હતા. ચાર વર્ષ પહેલા જ આ બને ભાઈ-બહેનની જોડીએ દીક્ષા લઈને સન્યાસ ધારણ કરવાનું વિચાર્યું હતું.

૨૫ વર્ષીય  આયુષીએ કહ્યું હતું કે મારી માતા મને હમેશાથી કહેતા આવ્યા છે કે તેઓ મને લગ્નના કપડાને બદલે માતાજીના રૂપમાં જોવા માંગે છે. મારી માતાની સલાહ પર મેં સન્યાસ ધારણ કરવાનો નિર્ણય લીધો છે. ૯ ડીસેમ્બરના રોજ મારું આ સપનું પૂરું થઇ જશે.

તો બીજી બાજુ ૨૦ વર્ષીય યશ વોરાએ કહ્યું  હતું કે હું મારું ભણતર પૂરું કર્યા બાદ પપ્પાના વ્યવસાયમાં જોડાઈ ગયો. પરંતુ થોડા મહિના પછી મને લાગવા લાગ્યું જે આ કામ માટે મારો જન્મ થયો જ  નથી. મારું મન ઘણું અશાંત રહેવા લાગ્યું આ સમયગાળા દરમ્યાન મારી બહેને મને સંન્યાસ માટે સલાહ આપી હતી. ત્યારબાદ હું પાલીતાણા ગયો હતો અને ત્યાં આચાર્યથી પ્રભાવિત થઈને મેં આ નિર્ણય લીધો છે.

યશ અને આયુશીના પિતાએ તેમના સંતાનના આ નિર્ણયથી ઘણા ખુશ છે અને તેઓ ઇરછે છે કે તેમનો ત્રીજા નંબરનો દીકરો પણ આ જ માર્ગ અપનાવે.