Not Set/ ફેસબૂક પ્રેમ : 50 વર્ષીય મહિલા 20 વર્ષીય યુવક સાથે ફરાર …

ઉત્તર પ્રદેશના મોદીનગર ક્ષેત્રમાં 50 વર્ષીય મહિલા એક યુવક સાથે ફરાર થઇ ગઈ હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ એક ગામ નિવાસી મહિલાની દોસ્તી ફેસબૂક પર મેરઠમાં રહેતા 20 વર્ષના યુવક સાથે થઇ હતી. મહિલાના એક પુત્રના લગ્ન પણ થઇ ચુક્યા છે. જાણકારી મુજબ, મહિલાના પુત્રએ 6 મહિના પહેલા મહિલાને મોબાઈલ આપ્યો હતો. ત્યારબાદ મહિલાએ વ્હોટ્સએપ અને […]

Top Stories India
facebook ફેસબૂક પ્રેમ : 50 વર્ષીય મહિલા 20 વર્ષીય યુવક સાથે ફરાર ...

ઉત્તર પ્રદેશના મોદીનગર ક્ષેત્રમાં 50 વર્ષીય મહિલા એક યુવક સાથે ફરાર થઇ ગઈ હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ એક ગામ નિવાસી મહિલાની દોસ્તી ફેસબૂક પર મેરઠમાં રહેતા 20 વર્ષના યુવક સાથે થઇ હતી. મહિલાના એક પુત્રના લગ્ન પણ થઇ ચુક્યા છે.

4u155trg facebook generic reuters 650 625x300 28 August 18 e1540282328736 ફેસબૂક પ્રેમ : 50 વર્ષીય મહિલા 20 વર્ષીય યુવક સાથે ફરાર ...

જાણકારી મુજબ, મહિલાના પુત્રએ 6 મહિના પહેલા મહિલાને મોબાઈલ આપ્યો હતો. ત્યારબાદ મહિલાએ વ્હોટ્સએપ અને ફેસબૂક પર આઈડી બનાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણ મહિના પહેલા મહિલાની યુવક સાથે ફેસબૂક પર દોસ્તી થઇ હતી. સોમવારે સવારે મહિલા પોતાનો ફોન ઘરે છોડીને ફરાર થઇ ગઈ હતી.

ત્યારબાદ ફોનમાં તપાસ કરતા એમના પ્રેમ પ્રકરણ વિષે ખુલાસો થયો. જણાવાઈ રહ્યું છે કે, યુવક બીબીએનો વિદ્યાર્થી છે. પોલીસે જણાવ્યું કે, ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરી મહિલાની શોધખોળ ચાલુ કરી દેવાઈ છે.