Not Set/ જિજ્ઞેશ મેવાણી સામે FIR, પીએમ મોદીના કાર્યક્રમમાં હંગામો કરીને ખુરશીઓ ઉછાળે યુવાઓ

બેંગલુરુ, ગુજરાતના વડગામના અપક્ષ ધારસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હાલમાં કર્ણાટકના વિધાનસભા ચુંટણીના પ્રચારમાં છે. જિજ્ઞેશ મેવાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને વિવાદ છેડાયો છે. કર્ણાટકમાં વિધાનસભા ચુંટણીના પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં અવરોધ ઉભો કરવાની સલાહ આપનાર નેતા જિજ્ઞેશ મેવાણીના વિરુદ્ધમાં FIR નોંધાવી છે. જિજ્ઞેશ મેવાણીએ કર્ણાટકમાં ભાજપના […]

India
jignesh mevani જિજ્ઞેશ મેવાણી સામે FIR, પીએમ મોદીના કાર્યક્રમમાં હંગામો કરીને ખુરશીઓ ઉછાળે યુવાઓ

બેંગલુરુ,

ગુજરાતના વડગામના અપક્ષ ધારસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હાલમાં કર્ણાટકના વિધાનસભા ચુંટણીના પ્રચારમાં છે. જિજ્ઞેશ મેવાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને વિવાદ છેડાયો છે. કર્ણાટકમાં વિધાનસભા ચુંટણીના પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં અવરોધ ઉભો કરવાની સલાહ આપનાર નેતા જિજ્ઞેશ મેવાણીના વિરુદ્ધમાં FIR નોંધાવી છે. જિજ્ઞેશ મેવાણીએ કર્ણાટકમાં ભાજપના વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

ચિત્રદુર્ગમાં ચુંટણી પ્રચાર દરમિયાન મેવાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે બધા લોકો પ્રધાનમંત્રી મોદીની સભામાં ખુરશીઓ ઉછાળો. 15 એપ્રિલે બેંગલુરુમાં થવાના પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થાય અને સભા સ્થળ પર હંગામો કરો. મેવાણીએ આગળ કહ્યું કે પ્રધાનમંત્રીને પૂછો કે રોજગારનું શું થયું. જો તેમની પાસે કોઈ પણ જવાબ ના મળે તો કહો કે હિમાલય જતા રહે.

જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કર્યું અને રોજગારનો સવાલ કરવા પર FIR કરી હોવાનો આરોપ લગાવ્યો.