Not Set/ CWG 2018 : વેઇટલિફ્ટિંગમાં વેંકટ રાહુલે ભારતને અપાવ્યો ચોથો ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સમાં શનિવારનો દિવસ ભારત માટે બેવડી ખુશી લઈને આવ્યો છે. કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા દિવસની શરૂઆત ભારતે ગોલ્ડ મેડલથી કર્યા બાદ વધુ એક ગોલ્ડ મેડલ સિદ્ધ કરવામાં ભારતીય ખેલાડીઓ સફળ રહ્યા છે. ભારતને ચોથો ગોલ્ડ મેડલ પણ વેઇટલિફ્ટિંગમાં મળ્યો છે. આ સાથે ભારતના ખાતામાં વેઇટલિફ્ટિંગમાં ચાર ગોલ્ડ […]

Top Stories
gfh CWG 2018 : વેઇટલિફ્ટિંગમાં વેંકટ રાહુલે ભારતને અપાવ્યો ચોથો ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સમાં શનિવારનો દિવસ ભારત માટે બેવડી ખુશી લઈને આવ્યો છે. કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા દિવસની શરૂઆત ભારતે ગોલ્ડ મેડલથી કર્યા બાદ વધુ એક ગોલ્ડ મેડલ સિદ્ધ કરવામાં ભારતીય ખેલાડીઓ સફળ રહ્યા છે. ભારતને ચોથો ગોલ્ડ મેડલ પણ વેઇટલિફ્ટિંગમાં મળ્યો છે. આ સાથે ભારતના ખાતામાં વેઇટલિફ્ટિંગમાં ચાર ગોલ્ડ મેડલ આવ્યા છે.

ભારતના આર વેંકટ રાહુલ નામના ખેલાડીએ વેઇટલિફ્ટિંગમાં ૮૫ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વેંકટ રાહુલે ૮૫ કિગ્રા કેટેગરીમાં કુલ ૩૩૮ કિગ્રા વજન ઉચક્યું હતું. જેમાં સ્નેચમાં ૧૫૧ kg જયારે ક્લીન એન્ડ જર્કમાં ૧૮૭ kg વજન ઉચક્યું હતું.

બીજી બાજુ ૮૫ કિગ્રા કેટેગરીમાં સામોઆના ડોન ઓપેલોગેને સિલ્વર મેડલ મળ્યો હતો જેને કુલ ૩૩૧ kg વજન ઉચક્યું હતું જયારે મલેશિયાના મોહમ્મદ ફાજરુલ અજેરીને બ્રોન્ઝમેડલ હાંસલ કર્યો હતો જેને કુલ ૩૨૮ kg વજન ઉચક્યું હતું.

આ સાથે ભારતના ખાતામાં કુલ ૬ મેડલ આવ્યા છે જેમાં ૪ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત કુલ ૬ મેડલ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોચ્યું છે. ભારત કરતા ઓસ્ટ્રેલિયા ૫૦ મેડલ સાથે પ્રથમ, ઈંગ્લેંડ ૨૯ મેડલ સાથે બીજા અને  કેનેડા ૧૬ મેડલ સાથે ત્રીજા સ્થાને યથાવત છે.

table 2 040718044238 CWG 2018 : વેઇટલિફ્ટિંગમાં વેંકટ રાહુલે ભારતને અપાવ્યો ચોથો ગોલ્ડ મેડલ

આ પહેલા શનિવારે કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસની શરૂઆતમાં જ ૨૦૧૪ના  ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ સતીશ શિવલિંગમે વેઇટલિફ્ટિંગમાં ૭૭  કિગ્રા કેટેગરીમાં પોતાનું ટાઈટલ જાળવી રાખતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. સતીશે સ્નેચમાં ૧૪૪ kg જયારે ક્લીન એન્ડ જર્કમાં ૧૭૩ kg વજન ઉપાડી કુલ મળીને ૩૧૭ kg વજન ઉપાડ્યું હતું.

મહત્વનું છે કે, આ પહેલાં વેઇટલિફ્ટિંગમાં ભારતને મીરાબાઇ ચાનુ અને સંજીતા ચાનુએ ભારતને બે ગોલ્ડ, ગુરુરાજા પુજારીએ એક સિલ્વર અને દીપક લાથરે એક બ્રૉન્ઝ મેડલ અપાવ્યો હતો.