Not Set/ બરખાસ્ત થયેલો કર્મચારી જૂના વેતનનો હકદાર નથીઃ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો

દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં એવું ઠરાવ્યું છે કે, બરખાસ્ત થયેલ કર્મચારીની ફરી નિમણૂક થાય તો તે પાછલા વેતન પર દાવો કરવાનો તેને કોઈ અધિકાર નથી. રાજસ્થાન હાઈકોર્ટે પરિવહનના કર્મચારીને પાછલા વેતન 13 વર્ષની બાકી રકમ ચુકવવાનો આદેશ કર્યો હતો. જેના કારણે રાજસ્થાન સરકાર દ્વારા આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ સપ્રેના […]

Top Stories India Trending
Supreme Court 1 બરખાસ્ત થયેલો કર્મચારી જૂના વેતનનો હકદાર નથીઃ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો

દિલ્હી,

સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં એવું ઠરાવ્યું છે કે, બરખાસ્ત થયેલ કર્મચારીની ફરી નિમણૂક થાય તો તે પાછલા વેતન પર દાવો કરવાનો તેને કોઈ અધિકાર નથી. રાજસ્થાન હાઈકોર્ટે પરિવહનના કર્મચારીને પાછલા વેતન 13 વર્ષની બાકી રકમ ચુકવવાનો આદેશ કર્યો હતો. જેના કારણે રાજસ્થાન સરકાર દ્વારા આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ સપ્રેના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસમાં હાઈકોર્ટના હુકમને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું છે કે, નોકરીદાતાને કર્મચારીના દાવાનો વિરોધ કરવાનો હક છે.

નોકરીદાતા એવા પુરાવા લાવી શકે છે કે, બરખાસ્તગી દરમિયાન કર્મચારી કોઈ બીજી જગ્યાએ કામ પર હતો. એટલા માટે તેને પાછલા વેતનનો અધિકાર રહેતો નથી. રાજસ્થાન પરિવહન નિગમના કર્મચારીને ફરજમાં ડાંડાઈ કરવા બદલ બરખાસ્ત કરી દેવામાં આવ્યો હતો અને આ કર્મચારી પછી બીજી જગ્યાએ કામ પર લાગી ગયો હતો.

સુપ્રીમ કોર્ટે આ અંગેના રાજસ્થાન સરકારના પુરાવાઓને માન્ય રાખ્યા હતા અને એમ ઠરાવ્યું હતું કે, કર્મચારીને પાછલા વેતનનો કોઈ અધિકાર નથી. હાઈકોર્ટે રાજસ્થાન સરકારની અપીલ રદ કરી દીધી હતી. જેના કારણે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યાં સુનાવણી પુરી થયા બાદ સુપ્રીમ કોર્ટે કર્મચારીની વિરૂધ્ધમાં ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યુ છે કે, કોઈ પણ આવા બરખાસ્ત કર્મચારી કે, જે બરખાસ્ત થયા  દરમિયાન બીજી કોઈ જગ્યાએ કામ કરતા હોય તેમને પાછલા વેતન  લેવા માટેનો કોઈ અધિકાર નથી.