Not Set/ બંગાળની રાજનિતીમાં ૭૦ બેઠકો પર મતુઆ સમુદાયનો ભારે દબદબો, જે સમુદાયના મંદિરમાં મોદીએ કરી પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે જ્યાં તેમણે ઓરકાંડીમાં આવેલા મતુઆ સમુદાયના મંદિરમાં જઇને પૂજા-અર્ચના કરી. મોદીએ કહ્યુ કે વર્ષોથી હું આ અવસરની રાહ જોઇ રહ્યો હતો. બાંગ્લાદેશની ૨૦૧પના પ્રવાસ દરમિયાન મે ઓરાકાંડી આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તે આજે પુરી થઇ ગઇ. તમને જણાવી દઇએ કે ઓરાકાંડી એ સ્થળ છે જ્યાં મતુઆ સમાજના […]

Mantavya Exclusive Gujarat Assembly Election 2022 India Politics
modi mandir બંગાળની રાજનિતીમાં ૭૦ બેઠકો પર મતુઆ સમુદાયનો ભારે દબદબો, જે સમુદાયના મંદિરમાં મોદીએ કરી પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે જ્યાં તેમણે ઓરકાંડીમાં આવેલા મતુઆ સમુદાયના મંદિરમાં જઇને પૂજા-અર્ચના કરી. મોદીએ કહ્યુ કે વર્ષોથી હું આ અવસરની રાહ જોઇ રહ્યો હતો. બાંગ્લાદેશની ૨૦૧પના પ્રવાસ દરમિયાન મે ઓરાકાંડી આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તે આજે પુરી થઇ ગઇ. તમને જણાવી દઇએ કે ઓરાકાંડી એ સ્થળ છે જ્યાં મતુઆ સમાજના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો.

matuaa community બંગાળની રાજનિતીમાં ૭૦ બેઠકો પર મતુઆ સમુદાયનો ભારે દબદબો, જે સમુદાયના મંદિરમાં મોદીએ કરી પૂજા

હવે તમે એ પણ જાણીલો કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મતુઆ સમાજનો ભારે દબદબો છે. પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયની વસ્તિ લગભગ બે કરોડની છે જે બંગાળની ચૂંટણીમાં ખાસ્સુ એવું મહત્વ ધરાવે છે. પશ્ચિમ બંગાળમાં જ્યારે લેફ્ટની સત્તા હતી ત્યારે અહી જાતિ આધારિત ભેદભાવ વધારે જોવા મળતો હતો. લેફ્ટની સરકારમાં મતુઆ સમુદાયનો પણ પ્રભાવ જોવા મળતો હતો. મતુઆ સમુદાય ૨૪ પરગણા દક્ષિણ પરગણા અને નદિયા જીલ્લામાં પ્રભાવ ધરાવતો ઓબીસી સમુદાય છે. મમતા બેનર્જીએ પણ ૨૦૧૧માં સત્તામાં આવ્યા બાદ આ સમુદાયને વોટબેંકના રૂપમાં બદલ્યો. જો કે ભાજપે તેને તેનાથી વધારે સારી રીતે કામને અંજામ આપ્યો. મતુઆ સમુદાયથી આવનારા શાંતનું ઠાકુર ભાજપની ટિકીટ પર સાંસદ બન્યા હતા. અને આવી જ હાલત રાજબાંગશીમાં આ સમુદાયની છે. જેણે પાછલા કેટલાક વર્ષોમાં પોતાને મજબૂત બનાવ્યો છે.

shantanu thakur બંગાળની રાજનિતીમાં ૭૦ બેઠકો પર મતુઆ સમુદાયનો ભારે દબદબો, જે સમુદાયના મંદિરમાં મોદીએ કરી પૂજા

પશ્ચિમ બંગાળની આ ચૂંટણીમાં ત્રણ મોટા ફેક્ટર સામે આવ્યા છે. જે આ વખતની ચૂંટણીને બિલકુલ અલગ બનાવે છે. જો કે બંગાળમાં પહેલીવાર જાતિનું ફેક્ટર સામે આવ્યુ છે. એક તરફ જ્યાં મતુઆ સમુદાય એક મોટું ફેક્ટર સાબિત થઇ રહયુ છે. તો બીજી તરફ આદિવાસી અને કુર્મી સમાજ પર પણ રાજકીય પક્ષોની નજર છે. પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને નદિયા અને ઉત્તર પરગણા જીલ્લામાં લગભગ દોઢ કરોડ મતુઆ સમુદાયના લોકો રહે છે. આ વખતે ભાજપ અને ટીઅમેસી બંને પાર્ટીઓ આ સમુદાયના મત લેવાના પ્રયાસમાં છે. તો જંગલમહલ જીલ્લામાં આદિવાસી અને કુર્મી સમાજના વોટ પણ મહત્વના માનવામાં આવી રહયા છે.

BJP Matuas બંગાળની રાજનિતીમાં ૭૦ બેઠકો પર મતુઆ સમુદાયનો ભારે દબદબો, જે સમુદાયના મંદિરમાં મોદીએ કરી પૂજા

ભાજપ બંગાળની તમામ જાતિઓને સાધવાના પ્રયાસમાં છે. અને આજ કડીમાં મતુઆ સમુદાય જે બંગાળમાં અનુસૂચિત જનજાતિની વસ્તીનો મોટો હિસ્સો છે. તેને જોડવા માટે ભાજપ મરણીયા પ્રયાસ કરી રહયુ છે. ભાજપના નેતાઓ મતુઆ સમુદાયન લોકોના ઘરોમાં જઇને ભોજન કરી રહયા છે. અને તેમને સીએએ કાયદા અંતર્ગત ભારતની નાગરિકતા અપાવવાનો વાયદો પણ કરી રહયા છે. મતુઆ સમુદાય બંગાળની ૭૦ વિધાનસભા બેઠકો પર અસર કરે છે. જેમાં નદિયા જીલ્લાની ૧૭ બેઠકો છે અને ઉત્તર-દક્ષિણ પરગણામાં ૬૪ બેઠકો છે. જેમાં ભાજપનો ચહેરો ટીએમસીમાંથી આવેલા મુકુલ રોય છે. તો દક્ષિણ પરગણામાં શાંતનું ઠાકુર અને શુભેંદુ અધિકારીએ કમાન સંભાળી છે.

mamta બંગાળની રાજનિતીમાં ૭૦ બેઠકો પર મતુઆ સમુદાયનો ભારે દબદબો, જે સમુદાયના મંદિરમાં મોદીએ કરી પૂજા

૨૦૧૬ની ચૂંટણીમાં આ બંને વિસ્તારોમાં ટીઅમેસીએ ક્લીન સ્વિપ કરી હતી. પણ આ વખતે ભાજપ આ વિસ્તારમાં તેના માટે મોટો પડકાર છે. અને એજ કારણ છે કે મમતા બેજર્ની આ મતોને લઇને કોન્ફિડન્ટ નથી જોવા મળતી. જો કે મમતા બેનર્જી પણ મતુઆ સમુદાયને સાથે લેવાનો તમામ પ્રયત્ન કરી રહી છે. બંગાળના પહેલાં ફેઝમાં ચૂંટણી માટે જંગલમહલ જીલ્લાની પસંદગી કરવામાં આવી છે. જયાં કુર્મિ અને આદિવાસી સમાજના મત વધારે છે. અહી ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વધારે મત મળ્યા હતા. પશ્ચિમ બંગાળમાં હિંસાની શરૂઆત ૭૦ના દાયકામાં થઇ હતી. જયારે સીપીએમ ઉભરી રહી હતી. અને પછી તે સમય આવ્યો જયારે ૯૦ના દાયકામાં અંતિમ વર્ષોમાં તૃણમુલે સીપીએમને પડકાર આપ્યો. બદલ ચાઇ..,એટલે કે બદલો નહી પરિવર્તન જોઇએનો નારો આપીને મમતા બેનર્જી ૨૦૧૧માં રાજયની સત્તામાં આવી હતી. સમયની સાથે મમતા બેનર્જીએ સીપીએમના એ તમામ નેતાઓ અને કેડરને પોતાની સાથે જોડી દીધા. જે લેફ્ટના જમાનામાં ચૂંટણી મશીનરીને કંટ્રોલ કરતા હતા. હવે આજ ઘટના કદાચ ૨૦૨૧ની આ ચૂંટણીમાં મમતા બેનર્જી સાથે થઇ શકે છે.