Not Set/ સાઈબાબાની સમાધિને પૂરા થયા ૧૦૦ વર્ષ, પીએમ મોદી પહોચ્યા શિરડી

અહમદનગર મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લમાં આવેલું શિરડીના સાઈબાબાની સમાધિને ૧૦૦ વર્ષ પૂરા થવા બદલ વર્ષભાર મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વર્ષથી ચાલી રહેલા આ મહોત્સવનું સમાપન શુક્રવારે થશે. આ સમાપનની  પીએમ મોદી હાજરીમાં થશે. પીએમ મોદી શિરડી પહોચી ગયા છે. Maharashtra: Prime Minister Narendra Modi arrives in Shirdi. He will participate in the Sai Baba Samadhi centenary […]

Top Stories India Trending
maxresdefault 11 સાઈબાબાની સમાધિને પૂરા થયા ૧૦૦ વર્ષ, પીએમ મોદી પહોચ્યા શિરડી

અહમદનગર

મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લમાં આવેલું શિરડીના સાઈબાબાની સમાધિને ૧૦૦ વર્ષ પૂરા થવા બદલ વર્ષભાર મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વર્ષથી ચાલી રહેલા આ મહોત્સવનું સમાપન શુક્રવારે થશે. આ સમાપનની  પીએમ મોદી હાજરીમાં થશે. પીએમ મોદી શિરડી પહોચી ગયા છે.

શિરડીમાં તેઓ વિશેષ પૂજામાં પણ ભાગ લેશે.

શિરડી મંદિર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સાઈ મંદિરમાં વિશેષ પૂજા કર્યા બાદ પીએમ મોદી એક વિશેષ ધજા પણ ફરકાવશે.

તમને જણાવી દઈએ કે સાઈબાબાનું  દેહાસન વર્ષ ૧૯૧૮માં દશેરાના દિવસે અહમદનગર જીલ્લામાં શિરડી ગમે થયું હતું. તેમની સમાધિની શતાબ્દી પર ન્યાસ દ્વારા આખું વર્ષ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. ૧ ઓક્ટોમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યરબાદ આખા વર્ષ દરમ્યાન નાના-મોટા અનેક ઉત્સવ ચાલી રહ્યા છે.

આ મહોત્સવમાં દેશભરમાંથી જ  નહી પરંતુ વિદેશભરમાંથી કરોડો શ્રધ્ધાળુઓએ ભાગ લીધો છે.

વડાપ્રધાન મોદી શિરડીમાં ૧૫૯ કરોડ રૂપિયામાં બનનારા વિશાળ શૈક્ષણિક ભવન, પ્લેનેટોરીયમ, વેક્સ મ્યુઝીયમ અને થીમ પાર્ક સહિત બીજી યોજનાનું ભૂમિપૂજન કરશે.