પુણે,
28 વર્ષની વડોદરાની યુવતીએ ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ પછી બાળકીને જન્મ આપ્યો છે.મેડીકલ સાયન્સમાં આ ઉપલબ્ધિના અજોડ માનવામાં આવે છે.પુનાની એક ખાનગી હોસ્પિટલમાં ગુરૂવારે આ યુવતીએ બાળકીને જન્મ આપતાં તબીબોએ દાવો કર્યો હતો કે દેશમાં આવી ઘટના પહેલીવાર બની છે.
વડોદરામાં રહેતી મીનાક્ષી વાળંદનું 2017ના મે મહિનામાં ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.મીનાક્ષીનું ગર્ભાશય ખરાબ હતું અને તેનું વારંવાર મીસકેરેજ થતું હતું.મીનાક્ષીને માતાએ જ તેને ગર્ભાશય ડોનેટ કર્યું હતું અને તે બાદ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.
મીનાક્ષીની દેખભાળ કરનાર ડોક્ટર નીતા વાર્તી કહે છે કે તેના ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી બાળકને જન્મ આપવો એ મુશ્કેલભર્યું હતું.અમે આઇવીએફ ટેકનીક(ટેસ્ટટ્યુબ પદ્ધતિ)થી તેને ગર્ભાધારણ કરાવ્યું હતું.
મીનાક્ષીએ ગર્ભ ધારણ કર્યાના 8 મહિના બાદ બાળકીને જન્મ આપ્યો છે.હાલ માતા અને બાળકી બંનેની તબિયત સારી છે.
ડો.મીનાક્ષી કહે છે કે ભારતમાં જ નહીં પરંતું એશિયામાં આવી પહેલી પ્રકારની ડીલીવરી થઇ છે.
દુનિયામાં ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ પછી સંતાનને જન્મ આપવાની માત્ર 9 ઘટનાઓ બની છે.