Not Set/ દારુનો દૈત્ય/ રાજ્ય પોલીસ વડા દ્વારા નિષ્ક્રિયતા બદલ આ બે PIને કરાયા સસ્પેન્ડ

રાજ્ય પોલીસ વડા દ્રારા પોલીસની નિષ્ક્રિયતા સામે લાલ આંખ કરાતા આકરા પગલા લેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બે પોલીસ ઇન્સપેક્ટ(PI)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાનાં આ આકરા શિક્ષાત્મક પગલાથી પોલીસ બેડામાં પણ સન્નાટો મચી જવા પામ્યો છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બન્ને PIની નિષ્ક્રિયતા સામે આવતા સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવી […]

Top Stories Gujarat
Gujarat Police Logo e1569859328734 દારુનો દૈત્ય/ રાજ્ય પોલીસ વડા દ્વારા નિષ્ક્રિયતા બદલ આ બે PIને કરાયા સસ્પેન્ડ

રાજ્ય પોલીસ વડા દ્રારા પોલીસની નિષ્ક્રિયતા સામે લાલ આંખ કરાતા આકરા પગલા લેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બે પોલીસ ઇન્સપેક્ટ(PI)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાનાં આ આકરા શિક્ષાત્મક પગલાથી પોલીસ બેડામાં પણ સન્નાટો મચી જવા પામ્યો છે.

રાજ્ય પોલીસ વડા દ્વારા બન્ને PIની નિષ્ક્રિયતા સામે આવતા સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોવા છતા એક તરફ દારૂ સબબ કે દારૂ પીધા બાદ કરવામાં આવી રહેલા ગુનાની ઘટનાઓમાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે  વલસાડનાં ઉમરગામનાં PI પી.એમ.પરમાર અને ભરૂચનાં વાલીયાનાં PI જે.એન. પરમારને દારૂનાં મામલે નિષ્ક્રિયતા દાખવવા બદલ સસ્પેન્ડ કરી દોવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે રાજ્ય પોલીસ વડાની સીધી દેખરેખ નીચે કામકરતી સ્ટેટ મોનીટરીંગ સેલેની ટીમ દ્વારા ઉમરગામમાંથી ઝડપ્યો હતો તો સાથે સાથે તેજ દિવસે વાલીયામાંથી પણ દારૂ ઝડપવામાં આવ્યો હતો. એક જ દિવસે બન્ને જગ્યાએથી દારૂ ઝડપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.