સુરત/ ટ્રેન નીચે પડતું મુકનાર મહિલા પ્રોફસર કેસ મામલે નવો વળાંક, પૂછરછમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસર સેજલ પરમારે 16 માર્ચના રોજ બપોરના સમયે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. સેજલ પરમારે આપઘાત કર્યાના એક દિવસ પહેલા જ નાની બહેનને મોબાઈલ પર whatsapp પર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી પૈસા માગવામાં આવી રહ્યા છે.

Top Stories Gujarat Surat
Untitled 86 ટ્રેન નીચે પડતું મુકનાર મહિલા પ્રોફસર કેસ મામલે નવો વળાંક, પૂછરછમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન

@અમિત રૂપાપરા 

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાતના કેમેસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા મહિલા પ્રોફેસર સેજલ પટેલે 16 માર્ચના રોજ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ મામલે મહિલા પ્રોફેસરના ફોટા મોર્ફ કરી પૈસા કઢાવી લેનાર ટોળકીના ત્રણ આરોપીની બિહારથી રાંદેર પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આ ત્રણ આરોપીઓની પૂછપરછ માં એક નવો ખુલાસો સામે આવ્યો છે આરોપીનું પાકિસ્તાન સાથે કનેક્શન સામે આવ્યું છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસર સેજલ પરમારે 16 માર્ચના રોજ બપોરના સમયે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. સેજલ પરમારે આપઘાત કર્યાના એક દિવસ પહેલા જ નાની બહેનને મોબાઈલ પર whatsapp પર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી પૈસા માગવામાં આવી રહ્યા છે. ત્યારબાદ નાની બહેન સાથેની વાતચીતમાં મહિલા પ્રોફેસર સેજલે જણાવ્યું હતું કે એક એપ્લિકેશનના મેસેજમાં મોબાઈલના એક્સેસમાં યસ કર્યું હતું અને ત્યારબાદ તેને બ્લેકમેલિંગના ખોટા મેસેજ મળવા લાગ્યા હતા ન્યૂડ ફોટો વાયરલ કરીને પૈસા પણ માગવામાં આવતા હતા.

કેટલાક ઈસમોએ આ મહિલા પ્રોફેસરને તેમના ફોટો મોર્ફ કરી બ્લેકમેલ કરી તેમની પાસેથી પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું અને આ બાબતે રાંદેર પોલીસે સાયબર સેલને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે બિહારના કેવલી ગામમાંથી આરોપીઓ આ મહિલા પ્રોફેસરને બ્લેકમેલ કરતા હતા ત્યારે આ એરીયો નકસલી વિસ્તાર હોવાના કારણે પોલીસે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ત્રણ દિવસ સુધી આરોપીઓને પકડવા માટે રેકી કરી હતી અને ત્યારબાદ 3 મેના રોજ મોડી રાત્રે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રાંદેર પોલીસે બિહારમાંથી અભિષેક કુમાર સિંગ, રોશન કુમાર સિંગ અને સૌરભ રાજ ગજેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવી હતી.

ત્રણ આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા અંકિત કુમાર, લકબીર ટ્રેડર્સ, જુહી અને શાંતનુ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓની ધરપકડ બાદ દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. તો આરોપીઓ સામે સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન ઉપરાંત રાજ્યના વડોદરા, અમદાવાદ અને કડીમાં પણ આરોપીઓ સામે ગુના નોંધાયા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને કેટલીક વિગતો પણ જાણવા મળી છે. જેમાં પોલીસને આરોપીઓના મોબાઇલમાંથી 72 કરતા વધારે અલગ અલગ UPI ID મળ્યા છે.

આરોપીઓએ એવું પણ જણાવ્યું હતું કે જુહી નામની મહિલાના કહેવા પ્રમાણે તેઓ અલગ અલગ ભોગ બનનાર લોકો પાસેથી જે પૈસા પડાવતા હતા તે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હતા. ત્યારબાદ પોતાનો હિસ્સો આ પૈસામાંથી કાપી લઈ રોજબરોજ બાઈન્સ એપ્લિકેશન મારફતે યુએસડીટી ખરીદતા હતા અને ત્યારબાદ આ યુએસડિટી જુહી દ્વારા આપવામાં આવેલા એક ઇ-મેલ આઇડી પર ટ્રાન્સફર કરી દેતા હતા.

પોલીસ દ્વારા મામલે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ જે ઈમેલ આઇડી નો ઉપયોગ કરતા હતા તે ઇ-મેલ આઇડી મિયાન જુલ્ફીકર નામના પાકિસ્તાની વ્યક્તિના નામ પર રજીસ્ટ્રેશન હતું અને તે પાકિસ્તાનના લાહોરથી ઓપરેટ થતો હતો. આ ઉપરાંત આરોપીના મોબાઇલમાંથી ઝુલ્ફીકર નામથી એક સેવ કરેલો મોબાઈલ નંબર પણ પોલીસને મળી આવ્યો છે. આ મોબાઈલ પાકિસ્તાની જીમેઇલ આઇડી સાથે સંકળાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે.

આ ઉપરાંત આરોપીઓના ફોનમાંથી અલગ અલગ વર્ચ્યુઅલ નંબરો પણ પોલીસને મળી આવ્યા છે. તો પકડાયેલા આરોપીઓ પોતે હાઈ પ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે એકબીજા સાથે મળી લોનના હપ્તા ભરવાના નામે ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી લોકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવતા હતા અને ત્યારબાદ પોતાનો હિસ્સો કાપી લઈ બાકીના પૈસા રોજ રોજ એપ્લિકેશન મારફતે યુએસડીટી ખરીદ કરી તેને પાકિસ્તાનની ઈમેલ આઇડી પર ટ્રાન્સફર કરી દેતા હતા.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ