Not Set/ રાજ્યમાં ભૂ માફિયાઓ બેફામ, અનેક ગામોમાં ગૌચરની જમીન દબાવી,સરકારે કરી કબૂલાત 

ગાંધીનગર, સુપ્રીમ કોર્ટની મનાઈ છતાં રાજ્યમાં ભૂ માફિયાઓ ગૌચરની જમીન પણ છોડતા નથી અને તેની પર દબાણ વધારી પડાવી લેતા હોય છે.વિધાનસભામાં  કોંગ્રેસના ધારાસભ્યએ વિવિધ જિલ્લામાં ગૌચર જમીનમાં કરાયેલા ગેરકાયદે દબાણ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં સરકાર દ્વારા ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારના કહેવા મુજબ અમદાવાદ જિલ્લામાં ૩૬ ગામમાં ગૌચરની જમીનમાં ગેરકાયદે દબાણ કરીને નાના-મોટા […]

Top Stories Gujarat
Untitled 92 રાજ્યમાં ભૂ માફિયાઓ બેફામ, અનેક ગામોમાં ગૌચરની જમીન દબાવી,સરકારે કરી કબૂલાત 

ગાંધીનગર,

સુપ્રીમ કોર્ટની મનાઈ છતાં રાજ્યમાં ભૂ માફિયાઓ ગૌચરની જમીન પણ છોડતા નથી અને તેની પર દબાણ વધારી પડાવી લેતા હોય છે.વિધાનસભામાં  કોંગ્રેસના ધારાસભ્યએ વિવિધ જિલ્લામાં ગૌચર જમીનમાં કરાયેલા ગેરકાયદે દબાણ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં સરકાર દ્વારા ચોંકાવનારી વિગતો સામે આવી છે.

સરકારના કહેવા મુજબ અમદાવાદ જિલ્લામાં ૩૬ ગામમાં ગૌચરની જમીનમાં ગેરકાયદે દબાણ કરીને નાના-મોટા કાચા-પાકા બાંધકામ કે ખેતીના હેતુથી વાડા કરી દેવામાં આવ્યા છે.

પંચાયત વિભાગ દ્વારા અપાયેલા લેખિત જવાબમાં જણાવાયું છે કે, ગૌચર પરના દબાણો ખેતી અને રહેણાક પ્રકારના છે અને કાચાથી લઇને પાકા બાંધકામ પણ કરી દેવાયા છે.

વિવિધ જિલ્લામાં ગૌચરની જમીન ઉપર દબાણ હોય તેવા ગામો પણ મોટી સંખ્યામાં છે. જેમાં કચ્છ જિલ્લામાં 18, છોટા ઉદેપુરમાં 17, અમરેલીમાં 26, સુરેન્દ્રનગરમાં ૨૨, મોરબીમાં બે, રાજકોટમાં 19, પોરબંદરમાં ૫૩, ગાંધીનગર જિલ્લામાં 95, મહેસાણામાં 216, મહીસાગરમાં  બે, જામનગરમાં 3, દેવભૂમિ દ્વારકામાં પાંચ, જૂનાગઢમાં 19, ભરૂચમાં 7, વલસાડમાં 12 ગામમાં ગૌચરની જમીનમાં દબાણ કરાયેલા છે.

સમગ્ર સરકારનો વહીવટ જ્યાંથી ચાલે છે તેવા ગાંધીનગર જિલ્લામાં ૯૫ ગામમાં ગૌચર ઉપર દબાણ છે. તો મહેસાણા જિલ્લામાં પણ 216 જેટલા ગામમાં દબાણ કરી દેવામાં આવ્યા છે. કેટલાક જિલ્લામાં ઝૂંપડા, ઉકરડા, ગૌશાળા, વાડા વિગેરે પણ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.