ગુજરાત/ ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય : પાટીદાર અનામત આંદોલનના ૧૦ કેસ પાછા ખેંચ્યા

ગુજરાત સરકારે ચૂંટણી પહેલા પાટીદાર અનામત અંદોલન સમયના પાટીદાર વિરુદ્ધ ના ૧૦ કેસ પાછા ખેંચીને પાટીદારોને પોતાના પાટલે બેસાડવા માટે લાલ જાજમ પાથરી છે. 

Top Stories Gujarat
Untitled 27 3 ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય : પાટીદાર અનામત આંદોલનના ૧૦ કેસ પાછા ખેંચ્યા

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. ત્યારે દરેક પક્ષ પોતાનો જનાધાર વધારવાના પુરા પ્રયાસ હાથ ધરી રહ્યો છે. ત્યારે ભાજપે પણ આ દિશામાં ચોક્કસ પગલા ભર્યા છે. વિધાનસભાની ચૂંટણી હોય અને પાટીદારો નારાજ હોય તે કોઈ પણ પાર્ટીને પાલવે તેમ નથી. અને એટલે જ ગુજરાત સરકારે ચૂંટણી પહેલા જ નારાજ પાટીદારને મનાવવાના અચૂક પગલા ભર્યા છે. પહેલા ભાજપે ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી ને અડધો ગઢ જીતી લીધો હતો. તો બાકીનું કામ પાટીદાર અનામત અંદોલન સમયના પાટીદાર વિરુદ્ધ ના ૧૦ કેસ પાછા ખેંચીને પાટીદારોને પોતાના પાટલે બેસાડવા માટે લાલ જાજમ પાથરી છે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને  ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ દ્વારા પણ પાટીદારો વિરુધ્ધના કેસ પાછા ખેંચવા અંગે સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. હજુ પણ નરેશ પટેલ તરફથી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી. પાટીદાર નેતાઓ દ્વારા અનેક વખત આ કેસ પાછા ખેંચવા માટે  માગ કરાઈ હતી. રાજ્ય સરકાર કેસ પરત ખેંચવા સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે. 15 એપ્રિલે આ અંગે કોર્ટમાં સુનાવણી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અગ્રણી નરેશ પટેલની અધ્યક્ષતામાં ગઇકાલે કોંગ્રેસ અને PAASના આગેવાનો ખોડલધામ ખાતે બેઠક થઇ હતી. જેમાં નરેશ પટેલના રાજનીતિમાં જોડાવા અને પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચવા પર ચર્ચા થઇ હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે હવે આજે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ સામેના 2 કેસો પણ પરત ખેચવામાં આવશે. આ મામલે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે. હાર્દિક પટેલ સામે કૃષ્ણનગરમાં બે કેસ નોંધાયા છે. આ ઉપરાંત નરોડામાં 1, રામોલમાં 1, બાપુનગરમાં 1 ,ક્રાઈમ બ્રાંચમાં 1, અમદાવાદ રેલ્વેમાં 1, સાબરમતીમાં 1, નવરંગપુરામાં 1 અને શહેર કોટડામાં એક કેસ પરત ખેંચવામાં આવશે..

Ukraine Crisis / યુક્રેનની ચોથા ભાગની વસ્તી હવે શરણાર્થીઓ છે, મોટાભાગની સ્ત્રીઓ અને બાળકો

ફરી કુદરતના ખોળે / ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ….

મોંઘવારીનો માર / ખાદ્યપદાર્થોના ભાવ વધશે, ખોરવાશે ગૃહિણીનું બજેટ, રોજબરોજની વસ્તુઓ 10 ટકા મોંઘી થશે