#Kerala Elephant/ એવું તે શું થયું વાયનાડના લોકો હાથીઓને મારવાનો અધિકાર માંગી રહ્યા છે…

હુમલા કરનારા મોટાભાગના હાથી રેડીયો કોલર્ડ છે, મતલબ કે તેમની સરળતાથી દેખભાળ કરી શકાય છે. તેમ છતા ફોરેસ્ટ વિભાગ લોકોને ચેતવી શક્યા ન હતા. જંગલી હાથીના હુમલામાં સતત મોત થતા હોવાથી લોકેએ દેખાવો શરૂ કરી દીધો છે. 20 ફેબ્રુઆરીએ આવા જ એક પ્રદર્શન બાદ કલમ 144 લગાવવી પડી હતી. ગુસ્સે થયેલા ટોળાને રોકવા…….

Top Stories India
Beginners guide to 2024 03 04T162648.520 એવું તે શું થયું વાયનાડના લોકો હાથીઓને મારવાનો અધિકાર માંગી રહ્યા છે...

@ નિકુંજ પટેલ

Wayanad News: 47 વર્ષીય ખેડૂત પંચીઈલ અજીસ સવારે 7 વાગ્યે ચાલવા નીકળ્યા હતા. તે સમયે જંગલમાંથી ગામમાં ઘૂસેલા હાથીએ તેમની ઉપર હૂમલો કરી દીધો. જીન બચાવવા અજીશ એક ઘરમાં ઘુસી ગયા પરંતુ હાથીએ ગેટ તોડી નાંખ્યો અને અજીસને કચડીને મારી નાંખ્યા. આ ઘટના અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

16 ફેબ્રુઆરીએ સવારે સાડા નવ વાગ્યે પુલપલ્લીના રહેવાસી પોલ વેલ્લા ચાલીલમાં પ્રાણીઓની દેખભાળ માટે નીકળ્યા હતા ત્યારે એક હાથીએ તેમની પર હુમલો કરી દીધો. જોકે, સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. 50 વર્ષના પોલ કુરુવા આઈલેન્ડ ઈકો ટુરિઝમ સેન્ટરમાં 12 વર્ષથી અનિમલ વોચરની નોકરી કરતા હતા.

Wayanad's man-eating tiger identified as WWL 45, kumki elephants join mission

ઈડુક્કી જીલ્લાના મુનાર તાલુકામાં 46 વર્ષીય સુર્શ કુમાર પોતાના ખેતરમાં રિક્ષામાં જઈ રહ્યા હતા જંગલમાંથી નીકળેલા એક હાથીએ તેમની રિક્ષાને ટક્કર મારી દીધી હતી અને તેને કારણે રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. તે સમયે હાથીએ સુરેશને ઉઠાવીને જમીન પર પછાડ્યો હતો. હાથીના ગયા બાદ લોકોએ સુરેશને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જોકે બાદમાં તેનું મોત થયું હતું.

આ ત્રણ ઘટનાઓ ફક્ત છેલ્લા એક મહિનામાં બની છે. તેની અસર એ થઈ કે જંગલી પ્રાણીઓથી સૌથી પ્રભાવિત કેરળના વાયનાડ, કુન્નુર, પલ્ક્કડ અને ઈડુક્કીમાં લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું, ફક્ત વાયનાડમાં છેલ્લા 10 વર્ષમાં હાથીઓના હુમલામાં 42 લોકોના મોત થયા હતા. આ જીલ્લાનો અંદાજે 37 ટકા વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે.

Elephant runs amok during Ayyappan Vilakku in Palakkad - The Hindu

જંગલી જાનવરોના હુમલા રોકવા માટે બનેલી વાયનાડ એક્શન કમિટીના જણાવ્યા મુજબ 2022-23 માં કેરળમાં જંગલી જાનવરોના હુમલામાં 8,873 ગુના દાખલ થયા છે.તેમાંથી 4.293 હુમલા હાથીઓએ કર્યા હતા. જેને પગલે હાથીઓએ દરેક દિવસે 11  હુમલા કર્યા હોવાનું કહેવાય છે.  આ મામલાઓમાં 98 લોકો માર્યા ગયા હતા. જેમાંથી 27 મોત હાથીઓના હુમલામાં થયા હતા.

હુમલા કરનારા મોટાભાગના હાથી રેડીયો કોલર્ડ છે, મતલબ કે તેમની સરળતાથી દેખભાળ કરી શકાય છે. તેમ છતા ફોરેસ્ટ વિભાગ લોકોને ચેતવી શક્યા ન હતા. જંગલી હાથીના હુમલામાં સતત મોત થતા હોવાથી લોકેએ દેખાવો શરૂ કરી દીધો છે. 20 ફેબ્રુઆરીએ આવા જ એક પ્રદર્શન બાદ કલમ 144 લગાવવી પડી હતી. ગુસ્સે થયેલા ટોળાને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સ્થાનિક સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચેથી જ છોડીને વાયનાડ પહોંચી ગયા હતા.

હાથી કેમ હિંસક થઈ વસ્તીઓમાં ઘુસી રહ્યા છે તેમજ લોકો પર હુમલા કરી રહ્યા છે?

પોલ વેલ્લાચાલીલનો પરિવાર વાયનાડથી અંદાજે 20 કિલોમીટર દૂર પુલપલ્લીમાં રહેતો હતો. આ વિસ્તાર ગાઢ જંગલો વચ્ચે છે. પોલના પરિવારમાં પત્ની, પુત્રી, પિતા બહેન અને માતા છે. પોલ ગામની નજીક બનેલા કુરવા રિઝમ પ્રોજેક્ટમાં ફોરેસ્ટ ગાર્ડ હતા. તે ઘરમાં કમાનારા એકલા જ હતા.

પોલની 14 વર્ષની દીકરી સાનીયા પિતાના મોત બાદ પુત્રી સાનીયા સ્કૂલ જવા લાગી છે. તેનું કહેવું છે કે પિતા તેના પિતા હુમલામાં ગંભીરપણે ઘાયલ થયા હતા. અમે તેમને લઈને 80 કીમી. દૂર કોઝિકોડ મેડિકલ કોલેજ ગયા હતા. ડોક્ટર પણ તેમને બચાવી ન શક્યા. પિતાના મોત બાદ અમે બપોર બાદ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.

સાનિયાના દાદા પીટરનું કહેવું છે કે પોલના મોત બાદ રાહુલ ગાંધી અમારા ઘરે આવ્યા હતા. તેમણે પરિવારના એક સભ્યને નોકરી અપાવવા, ઘર રિપેર કરાવવા તથા સાનિયાનો ભણવાનો ખર્ચ ઉપાડવાની વાત કરી હતી. અમે કેરળ સરકાર પાસે પણ આર્થિક મદદ માંગી છે પરંતુ હજી સુધી મળી નથી.

પતિના મોત બાદ પત્ની સૈલી બિમાર રહેવા લાગી છે. તે કહે છે કે પોલને 15 હજાર પગાર મળતો હતો. તેનાથી મુશ્કેલીથી ગુજરાન ચાલતું હતું. હવે તે પણ બંધ થઈ ગયું છે. બિમાર હોવાથી હું પણ ખેતરમાં કામ કરી શકતી નથી.

પોલના ગામમાં સ્ટેન્ડીંગ કમિટી છે. જેની પાસે ડેવલપમેન્ટની જવાબદારી છે. કમિટીના સભ્ય જોલી નારિતોગી કહે છે કે હવે વાઈલ્ડ લાઈફ એનિમલ એક્ટમાં સુધારો થવો જોઈએ. ગામ વાળાના હક મળે કે તે આત્મરક્ષા માટે જંગલી પ્રાણીઓને મારી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પતુ કેમ કપાયું…?

આ પણ વાંચો:આસનસોલથી ભાજપના ઉમેદવાર પવન સિંહની વાપસી પર શું બોલ્યા શત્રુઘ્ન સિન્હા – જુઓ વીડિયો