Rajkot/ પૈસાના વાંકે રાજકોટ અને રાજ્યનો વિકાસ નહી અટકે : CM વિજય રૂપાણી

કોરોનાના કાળમાં પણ ગુજરાતે અદભુત માળખાકીય વિકાસ સાધ્યો છે. ત્યારે આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તે 489.50 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં

Top Stories Gujarat
1

કોરોનાના કાળમાં પણ ગુજરાતે અદભુત માળખાકીય વિકાસ સાધ્યો છે. ત્યારે આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તે 489.50 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સાથે જ કાલાવાડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજ સહિત 4 બ્રિજનું ખાતમુહૂર્ત કર્યુંહતું.

1

આ પ્રસંગે  મુખ્યમંત્રીએ કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બદલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને અભિનંદન આપતા એમ જણાવ્યું હતું કે, જે પ્રકારે છેલ્લા પાંચ વર્ષથી શ્રેણીબધ્ધ વિકાસકાર્યોની હારમાળા રચાયેલી છે તે રાજકોટને જીવવાલાયક અને માણવાલાયક શહેર બનાવી રહેલ છે. માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં જબરદસ્ત વિકાસકામો ચાલી રહયા છે. કોરોના મહામારીને કારણે રાજ્ય અને દેશમાં થોડો સમય બધું થંભી ગયું હતું પરંતુ દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને અવિરત માર્ગદર્શનમાં આપણે સૌએ કોરોનાને અટકાવ્યો છે. વિકાસ ના અટક્યો કે ના ઝૂક્યો. આ આપણા ગુજરાતીની તાકાત છે.રાજ્યમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર ખુબ મજબુત બનાવી દેવાયું છે.

1
Rajkot / આ કારણથી RSS સરસંઘચાલક મોહન ભાગવત કાલથી 4 દિવસ રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રવાસે

આ કાર્યક્રમ દરમિયાન CM વિજય રૂપાણીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, 500 કરોડના કામો પૂરા કરી ગાંધીનગર પહોંચું ત્યાં ફોન આવે કે રાજકોટમાં બીજા કામો તૈયાર છે અમને તારીખ આપો. જે ખુબ સારી વાત છે. રાજકોટ મનપા દ્વારા ખુબ ઝડપથી વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. આપણે ગુજરાતના વિકાસને દોડતો રાખ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનમાં 27 હજાર કરોડના વિકાસના કામો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.આ સાથે જ CM રૂપાણીએ કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (2+2) ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 158.05 કરોડના ખર્ચે બનાવવા માટેનું અને નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રિજ (2+2) સ્પ્લિટ ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 82.34 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે.લવ રાજકોટ’ સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરાયું છે.

Gujarat / ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર, જાણો કોની થઇ બાદબાકી

રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલા આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આમ, રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે. અંડર બ્રિજની શરૂઆતમાં “લવ રાજકોટ” સેલ્ફી ઝોનનું પણ નિર્માણ થયું છે.રાજકોટને મળશે આ 4 નવા બ્રિજ1. કે.કે.વી. ચોકથી જડુસ રેસ્ટોરન્ટ પાસે- કાલાવડ રોડ પર ફ્લાઇ ઓવર2. જડુસ રેસ્ટોકરન્ટન પાસે-કાલાવડ રોડ પર ફલાઇ ઓવર બ્રિજ બનાવવાનું કામ3. નાનામવા ચોક પર સ્પ્લિટ ફલાઇ ઓવર બ્રિજ4. રામદેવપીર ચોક પર સ્પ્લિટ ફલાઇ ઓવર બ્રિજનું પણ નિર્માણ થયું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…