પ્રજાસત્તાક દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પ્રજાસત્તાક દિવસે આતંકી હુમલાની સિક્રેટ યોજનાને લઈને દિલ્હી અને એનસીઆરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સિક્રેટ યોજનાનો રીપોર્ટ મળ્યા પછી જીલ્લા પ્રશાસન અને પોલીસ એલર્ટ થઇ ગઈ છે. દિલ્લી પોલીસને મળેલી સુચના પ્રમાણે ગુરુગ્રામને આતંકીઓ નિશાનો બનવી શકે છે જેને લઈને ત્યાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.
ગુરુગ્રામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને નાકાબંધી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ ઇન્ટરનેશનલ કોલ અને અજાણ્યા લોકોની પ્રવૃત્તિ પર પણ દેખરેખ રાખી રહી છે.