Not Set/ વોટ્સ ગ્રુપમાં અફવાઓ રોકવા માટે તંત્રએ કેવો કડક નિયમ બનાવ્યો,વાંચો

જમ્મુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તારણ અને અફવાઓને રોકવાના પ્રયત્ન હેઠળ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા વહિવટી તંત્રએ વોટ્સઅપ ગ્રુપ માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય કરાવ્યું છે. જિલ્લા અધિકારી અંગ્રેજસિંહ રાણાના આદેશ  મુજબ, વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ચલાવનાર લોકોને 10 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું છે. કિશ્તવાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અધિકારીઓને પત્ર લખીને કહ્યું, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરેલા વસ્તુઓ માટે તે વ્યક્તિગત રીતે જવાબદાર […]

India
mmhi વોટ્સ ગ્રુપમાં અફવાઓ રોકવા માટે તંત્રએ કેવો કડક નિયમ બનાવ્યો,વાંચો

જમ્મુ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તારણ અને અફવાઓને રોકવાના પ્રયત્ન હેઠળ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા વહિવટી તંત્રએ વોટ્સઅપ ગ્રુપ માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય કરાવ્યું છે. જિલ્લા અધિકારી અંગ્રેજસિંહ રાણાના આદેશ  મુજબ, વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ચલાવનાર લોકોને 10 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું છે.

કિશ્તવાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અધિકારીઓને પત્ર લખીને કહ્યું, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરેલા વસ્તુઓ માટે તે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે અને રજિસ્ટ્રેશન નહિ કરાવના લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, કિશ્તવાડ એસએસપી અબરાર ચૌધરીએ પોતાના અહેવાલમાં સોશિયલ મીડિયામાં અફવા ફેલાવાઇ રહી હોવાનું કહ્યું હતું, ત્યારબાદ બાદ જિલ્લા અધિકારી રાણાએ આ આદેશ બહાર પાડયો છે.

એસએસપી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સમાચાર ગ્રુપ મોટી સંખ્યામાં વોટ્સઅપ ગ્રુપ ચલાવી રહ્યા છે અને મોટાભાગે જોવા મળ્યું છે કે વીડિયો, ઓડિયો અને લેખિત સામગ્રીના રૂપમાં અફવાઓ, ખોટી માહિતી અને અપુષ્ટ અથવા અડધી અધૂરી સૂચનાના રૂપમાં પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તેનાથી કાયદો વ્યવસ્થાની સમસ્યા પેદા થવાની આશંકા જન્મ લઇ રહી છે.

તેમણે કહ્યું કે, જિલ્લામાં કોઇપણ અપ્રિય ઘટના અથવા કાનૂન વ્યવસ્થાની સમસ્યા પેદા થતી રોકવા માટે વોટ્સઅપ ન્યૂઝ અથવા અન્ય ગ્રુપ અને ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટી અફવાઓના પ્રસારને તાત્કાલિક રોકવાની જરૂર છે.