Not Set/ ઉપરવાસમાં વરસાદના લીધે નર્મદા ડેમની સપાટી ૧૦૮.૪૩ મીટરે પહોંચી

અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદના લીધે ધીમે પણ સારી એવી પાણીની આવક થઈ રહી છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૦૮.૪૩ મીટર સુધી પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની વધી રહેલી આવકના કારણે તંત્રવાહકોએ રાહતનો દમ લીધો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં […]

Top Stories Gujarat Others Trending
Due to the upstream rain, the Narmada dam surface reached 108.43 meters

અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદના લીધે ધીમે પણ સારી એવી પાણીની આવક થઈ રહી છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૦૮.૪૩ મીટર સુધી પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની વધી રહેલી આવકના કારણે તંત્રવાહકોએ રાહતનો દમ લીધો છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, તો કેટલીક જગ્યાએ માત્ર અમી છાંટણાં જ કર્યા છે. આ બધા વચ્ચે એક સારા અને રાહત આપતા સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર મુજબ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય પર તોળાઈ રહેલ જળસંકટમાંથી થોડા અંશે રાહત મળી છે. જેથી રાજ્યના તંત્રવાહકોએ રાહતનો અનુભવ કરી રહ્યા છે.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમના ઉપરવાસ વિસ્તાર એવા મધ્યપ્રદેશમાં પડી રહેલા સારા વરસાદના લીધે સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ ૮૮૪૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેના થકી ડેમની સપાટી ૧૦૮.૪૩ મીટર થઈ છે.

જયારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૧૦ મીટરની સપાટી પર પહોંચશે ત્યાર બાદ ડેમના પાવર હાઉસ ચાલુ કરવામાં આવશે. ડેમમાં પાણીની આવક શરૂ થતા જળ સંકટ દૂર થવાની સંભાવનાને જોતાં સરકારને રાહતનો અનુભવ થઇ રહ્યો છે. ડેમમાં હાલમાં ૩૩૯૧.૧૦ મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં મેઇન કેનાલમાંથી ૧૨૩૬ ક્યુસેક પાણી IBPT માંથી છોડવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં સરદાર સરોવર નર્મદા ડેમનું પાણી એકદમ ઘટી ગયું હતું, જેના કારણે રાજ્યભરમાં જળસંકટ ઉભુ થયું હતું. આથી ગુજરાત સરકારે જાહેરાત કરવી પડી હતી કે, નર્મદાનું પાણી કોઈ ખેડૂતોને ખેતી માટે આપવામાં નહી આવે. કેટલાક સ્થળોએ કેનાલમાંથી ખેતી માટે પાણી લેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. જેનો ખેડૂતો દ્વારા ખૂબ વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

જો કે સરકારનું કહેવું હતું કે, લોકોને પીવાનું પાણી પુરતુ મળી રહે તે માટે સરકારે આ આકરો નિર્ણય લેવો પડ્યો હતો, પરંતુ હવે ચોમાસાની સિઝનમાં નર્મદા ડેમમાં નવા નીરની આવક થતાં જળ સ્તરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.