Not Set/ પરપ્રાંતિયો માટેના સદભાવના ઉપાવાસ,મારા લોકો કહેશે તો રાજનીતિ છોડી દઈશ: અલ્પેશ ઠાકોર

અમદાવાદ, ગુજરાતમાં પ્રાંતવાદને કારણે રાજકારણ ગરમાયુ છે. ત્યારે અલ્પેશ ઠાકોરે આ મામલે રાજ્યમાં શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે માટે સદભાવના ઉપવાસ આરંભિયા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે. હું ગાંધી અને સરદારના ગુજરાતનો છું જેને દેશને અખંડ કર્યો હું કોઈ પણ પ્રકાર પ્રાંતવાદ ન કરી શકું અને પ્રાંતવાદના કારણે ગુજરાતની અસ્મિતા ઘવાઈ છે. હું […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 245 પરપ્રાંતિયો માટેના સદભાવના ઉપાવાસ,મારા લોકો કહેશે તો રાજનીતિ છોડી દઈશ: અલ્પેશ ઠાકોર

અમદાવાદ,

ગુજરાતમાં પ્રાંતવાદને કારણે રાજકારણ ગરમાયુ છે. ત્યારે અલ્પેશ ઠાકોરે આ મામલે રાજ્યમાં શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે માટે સદભાવના ઉપવાસ આરંભિયા છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે. હું ગાંધી અને સરદારના ગુજરાતનો છું જેને દેશને અખંડ કર્યો હું કોઈ પણ પ્રકાર પ્રાંતવાદ ન કરી શકું અને પ્રાંતવાદના કારણે ગુજરાતની અસ્મિતા ઘવાઈ છે.

હું ગંદી રાજનીતિ કરવા નથી માંગતો

સાથે રાજનીતિ છોડવા મામલે પોતે કહ્યું છે કે, હું ગંદી રાજનીતિ કરવા નથી માંગતો જો મારા લોકો જો કહેશો તો હું રાજનીતિ છોડી દઈશ. મહત્વનું છે કે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને આ મામલે પૂછતા તેમને કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે નહિં સત્તાધારી પક્ષએ રાજીનામું આપવું જોઈએ.

પરંતુ પરપ્રાંતિયો મામલે અલ્પેશ ઠાકોર ઘેરાયા હોય તેવું સાફ લાગી રહ્યુ છે. હવે તો આગામી સમય જ બતાવશે કે અલ્પેશ ઠાકોર રાજનીતિમાં રહે છે કે બીજી કોઈ રાજનીતિ રમાય છે.

નીતિન પટેલે પરપ્રાંતિયો પર હુમલાને લઈને અલ્પેશ પર દોષનો ટોપલો ઢોળ્યા

એવું પણ જાણવા મળી રહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરપ્રાંતિયો પર હુમલાને લઈને અલ્પેશ પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ તેમના વિરુદ્ધ સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પોસ્ટર્સ લાગ્યા છે.

ઠાકોરોની બહુમતી ધરાવતા ગામોમાં લાગેલા પોસ્ટર્સમાં કહેવામાં આવ્યું છે કે નીતિન પટેલ માફી માંગે નહીં તો આ વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમો થવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં નીતિન પટેલને અહીં ઘૂસવા દેવામાં નહીં આવે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નીતિન પટેલના બચાવમાં આવ્યા હતાં.

તેમણે કહ્યું કે, આઝાદી પછી કોમવાદ, નાત જાત પર રાજકારણ કરવું કોંગ્રેસની નીતિ રહી છે. પોલીસ તપાસમાં કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોના નામ ખુલ્યા છે..17 મી સપ્ટેમ્બરે બહુચરાજી ખાતે અલ્પેશ ઠાકોરે ભાષણ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે કંપનીઓના દરવાજા તૂટશે. હું લાકડી લઈશ, ત્યારે મારા લોકો તલવાર લઈને નીકળશે. તેના આવા નિવેદન પછી પરિસ્થિતિ વણસી છે. નીતિન પટેલ પર કરાયેલા  આક્ષેપોને ભૂપેન્દ્રસિંહે  વખોડ્યા સાથે જ ગુજરાતવાસીઓને તેમણે નવરાત્રિની શુભકામના પણ પાઠવી હતી.

પ્રરપ્રાંતિયોને રોકવા માટે સરકારે રાહત કેમ્પો શરૂ કરવા જોઈએ.

ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ વતી નિવેદન આપતા મુકેશ ભરવાડે કહ્યું હતું કે, પ્રરપ્રાંતિયોને રોકવા માટે સરકારે રાહત કેમ્પો શરૂ કરવા જોઈએ. આ માટે અમે સરકારને આજ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. સરકારે તેમના રોકવા માટે કોઈ પગલાં ભર્યા નથી. આ લોકો પાકિસ્તાનના નહીં પરંતુ ભારત દેશના નાગિરકો છે. તમામને અહીં રહેવાનો અધિકાર છે.