સુરત ક્રાઈમ/ ડીંડોલી પોલીસે ચોરીના 71 મોબાઈલ સાથે બે ઈસમોને પકડી પાડ્યા

સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમીના આધારે મોબાઇલ સ્નેચિંગ કરતા બે ઈસમોને પકડવામાં આવ્યા છે.

Gujarat Surat
Untitled 240 ડીંડોલી પોલીસે ચોરીના 71 મોબાઈલ સાથે બે ઈસમોને પકડી પાડ્યા

સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અવારનવાર ચોરી લૂંટફાટ મારામારી જેવી ઘટના સામે આવે છે. ત્યારે મોબાઇલ સ્નેચિંગના બનાવો પણ સુરત શહેરમાં વધી રહ્યા છે. તેવામાં સુરતની ડીંડોલી પોલીસને બે મોબાઇલ સ્નેચરોને પકડવામાં સફળતા મળી છે. આ ઈસમો પાસેથી 71 મોબાઈલ પોલીસને મળી આવ્યા છે. આ ઉપરાંત સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6 ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.

સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમીના આધારે મોબાઇલ સ્નેચિંગ કરતા બે ઈસમોને પકડવામાં આવ્યા છે. પેટ્રોલિંગમાં રહેલા સ્ટાફને બાતમી મળી હતી કે, છેલ્લા એક મહિના દરમિયાન ડીંડોલી વિસ્તારમાં બ્લુ કલરની એક્સેસ મોપેડ લઈને મોબાઈલ સ્નેચિંગ કરતા બે ઇસમો ભીમ નગર રેલવે ગરનાળા પાસે આવેલી સંતોષીનગર સોસાયટી નજીક આવવાના છે. ત્યારે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યા પર વોચ રાખીને બ્લુ કલરની એક્સેસ મોપેડ ઉપર આવતા બે ઈસમોને પકડી પાડ્યા હતા. એમાં મોપેડ ચલાવનારનું નામ મેહુલ ગોહિલ હોવાનું સામે આવ્યું છે અને તે ડીંડોલી નો વતની હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બીજા ઈસમનું નામ જીતુ સોનકર હોવાનું સામે આવ્યું છે અને તે પણ ડીંડોલી રહેવાથી હોવાનું સામે આવ્યું છે.

Untitled 239 ડીંડોલી પોલીસે ચોરીના 71 મોબાઈલ સાથે બે ઈસમોને પકડી પાડ્યા

આ બંને ઇસમોની તપાસ કરતા તેમની પાસેથી છ મોબાઈલ મળી આવ્યા હતા અને ગાડીની ડીકી માંથી 51 જેટલા ફોન મળી આવ્યા હતા. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે શહેરના અલગ અલગ વિસ્તાર તથા ડીંડોલી વિસ્તારમાં તેમને આ મોબાઇલની સ્નેચિંગ કરી હતી અને આ મામલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગના 6 ગુના અને મોબાઈલ ચોરીનો એક ગુનો દાખલ થયો હોવાની વાત પણ પોલીસના ધ્યાને આવી હતી. આરોપીઓની પૂછપરછ માં પોલીસને વધુ જાણવા મળ્યું હતું કે બંને ઇસમો ઇસમો ચોરીના મોબાઇલ કંજરવાડમાં અલગ અલગ મહિલાઓને વેચતા હતા અને બે દિવસ પહેલા જ કંજરવાડમાં અજાણી મહિલાને 10 મોબાઈલનું વેચાણ કર્યું હતું.

પોલીસ દ્વારા આ મામલે બંને ઈસમોને સાથે રાખીને કંજરવાડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ બંને ઈસમોએ જે મહિલાને મોબાઇલ વેચ્યો હતો તે મહિલા મળી આવી ન હતી પરંતુ રેલવે ટ્રેક સામે RCCની દિવાલ પાસે બબીતા રાજનટ નામની મહિલા કાપડની થેલીમાં મોબાઇલ રાખી ઉભી હતી અને તેની પાસેથી 14 જેટલા ફોન મળી આવ્યા હતા. આમ પોલીસને આ બંને ઈસમ પાસેથી 57 અને એક મહિલા પાસેથી 14 ફોન મળી આવ્યા હતા. આમ પોલીસે મોપેડ અને 71 મોબાઈલ સહિત કુલ 5,52,700 નો મોબાઇલ મુદ્દા માલ જપ્ત કર્યો છે અને સાત અન ડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પાસે શિવલિંગ જેવો ફુવારો લગાવવા પર હોબાળો, જ્ઞાનવાપી સાથે કેમ જોડવામાં આવી રહ્યો છે વિવાદ?

આ પણ વાંચો:બેંગલુરુમાં ISRO વૈજ્ઞાનિક પર હુમલો, અધવચ્ચે જ રોકી કાર; જુઓ વીડિયો

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી, અમે અત્યારે કહી શકતા નથી કે તેને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે, કેન્દ્ર

આ પણ વાંચો: પૃથ્વીથી આટલા લાખ KM દૂર જઈને આદિત્ય-L1 કરશે સૂર્યની સ્ટડી