Not Set/ ધુળેટી બાદ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.ગુજરાતમાં કોરોના વાયસનો પણનો કહેર યથાવત્ છે. રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ પણસુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. હોળી અને ધુળેટીના તહેવારોની

Top Stories Gujarat
surat5 ધુળેટી બાદ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.ગુજરાતમાં કોરોના વાયસનો પણનો કહેર યથાવત્ છે. રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ પણસુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. હોળી અને ધુળેટીના તહેવારોની રાજ્યમાં કેટલાક સ્થળો પર પ્રતિબંધની વચ્ચે પણ રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. જેના કારણે ધૂળેટીના તહેવાર બાદ એકાએક કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલિસ કમિશ્નર અજયકુમાર તોમરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું 30 માર્ચથી 13 એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે.

Surat Corona 4 ધુળેટી બાદ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ

આ જાહેરનામામાં અંતર્ગતસુરતમાં 4થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર, જાહેરમાં ઉશ્કેરણી કરે અથવા તો અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.આ પ્રતિબંધ સુરત શહેરમાં તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી  લગાવી દેવાયો છે. જેમાં અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

145096 ivujvzcjuv 1595870972 ધુળેટી બાદ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ

સુરત શહેરમાં એક વર્ષ પહેલા હતી તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હજુ ગઈકાલે જ સુરત મનપા દ્વારા આથી તમામ શાળા-કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ધૂળેટીના તહેવારો બાદ વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇ અને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તો મારે પણ વધુ એક કડક પગલું ભરતા સુરતની જનતા પર કોરોના સંબંધિત ગાઇડ લાઇનને વધુ કડક કરવામાં આવી છે.

surat school closed 1 ધુળેટી બાદ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…