Not Set/ અમદાવાદ/ શાહીબાગ રિવરફ્રન્ટ પર લોકોની ભારે ભીડ, સોશિયલ ડિસ્ટન્સનાં ઉડ્યા લીરેલીરા

  અમદાવાદમાં આજે સવારે શાહીબાગનાં રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકો અહી સોમવતી અમાસ અને દશામાનાં વ્રત નિમિત્તે અહી ભેગા થયા હતા. જ્યા તેઓએ સોશિયલ ડિસ્ટેન્સનાં લીરેલીરા ઉડાવ્યા હતા. આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં શાહીબાગ રિવરફ્રન્ટ પર આજે સવારે પૂજા કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. જ્યા લોકો પૂજા કરવામાં તે […]

Ahmedabad Gujarat
5295714b56bc80384f4dba4b9004ebc5 અમદાવાદ/ શાહીબાગ રિવરફ્રન્ટ પર લોકોની ભારે ભીડ, સોશિયલ ડિસ્ટન્સનાં ઉડ્યા લીરેલીરા
5295714b56bc80384f4dba4b9004ebc5 અમદાવાદ/ શાહીબાગ રિવરફ્રન્ટ પર લોકોની ભારે ભીડ, સોશિયલ ડિસ્ટન્સનાં ઉડ્યા લીરેલીરા

 

અમદાવાદમાં આજે સવારે શાહીબાગનાં રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકો અહી સોમવતી અમાસ અને દશામાનાં વ્રત નિમિત્તે અહી ભેગા થયા હતા. જ્યા તેઓએ સોશિયલ ડિસ્ટેન્સનાં લીરેલીરા ઉડાવ્યા હતા.

આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં શાહીબાગ રિવરફ્રન્ટ પર આજે સવારે પૂજા કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. જ્યા લોકો પૂજા કરવામાં તે પણ ભૂલી ગયા કે તેમણે સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરવાનું છે. અહી તેઓ ભીડમાં પૂજા કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત સાબરમતી નદીમાં પણ લોકો મોટી સંખ્યામાં સ્નાન કરવા ઉતર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ શહેર છે. જ્યા 24,375 કોરોનાનાં કેસ નોંધાઇ ચુક્યા છે. અહી દિવસો જતા કેસોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જાહેરમાં ભીડ કરીને, કોઇ એક જગ્યાએ એકઠા થઇને લોકોએ મોટા જોખમને સામેથી આવકારો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.