Not Set/ સુરેન્દ્રનગર/ પરિવારના લોકોએ પ્રેમ સંબંધ ન સ્વીકારતા વધુ એક પ્રેમી પંખીડાએ મોતને કયું વ્હાલું

પ્રેમને લઈને આજકાજની યુવા પેઢી એવું વિચારવા લાગી છે કે સાથે જીવી ન શક્યા તો શું થયું સાથે મરી તો શકીએ છીએ… આવું વિચારીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા લાગી છે. ત્યારે આવામાં વધુ એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હોવાનું સામે અવાયું છે. સુરેન્દ્રનગર દસાડા તાલુકાના સુરેલ ગામે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી જીવ ટૂંકાવતા ચકચાર […]

Gujarat Others
45e2d0a73d1e36aba2ebbcbe9d991b2e સુરેન્દ્રનગર/ પરિવારના લોકોએ પ્રેમ સંબંધ ન સ્વીકારતા વધુ એક પ્રેમી પંખીડાએ મોતને કયું વ્હાલું

પ્રેમને લઈને આજકાજની યુવા પેઢી એવું વિચારવા લાગી છે કે સાથે જીવી ન શક્યા તો શું થયું સાથે મરી તો શકીએ છીએ… આવું વિચારીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા લાગી છે. ત્યારે આવામાં વધુ એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હોવાનું સામે અવાયું છે. સુરેન્દ્રનગર દસાડા તાલુકાના સુરેલ ગામે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી જીવ ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. આ પ્રેમી યુગલનો પ્રેમ તેમનો પરિવાર અને સમાજ નહીં સ્વાકીરે તેવી ભીંતીથી બન્નેએ ઝાડની ડાળી સાથે દોરડો બાંધી ગળેફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડાના સુરેલ ગામે રહેતી 16 વર્ષીય સગીરાને વડેચાને ગામના 19 વર્ષીય યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે બન્નેના પરિવારજનો તેમના પ્રેમના વિરોધમાં હતા સગીરાની સગાઈ અન્ય જગ્યાએ કરવાની તેના માતા-પિતા તૈયારી કરી રહ્યાં હતા. બન્ને વચ્ચેના પ્રેમ સંબંધ તેમનો પરિવાર અને સમાજ નહીં સ્વીકારે તેવી ક્યાંકને ક્યાંક ભીંતી બન્નેની સતાવી રહીં હતી. જેથી આખરે બન્નેએ એક સાથે મોતને વ્હાલુ કરવાનો નિર્ણય કર્યો હતો.

આપને જણાવી દઈએ કે આ બંનેના મૃતદેહો ઝાડ પર લટકતી હાલતમાં મળ્યાની જાણ પોલીસને કરવામાં આવતા ઝીંઝુવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બન્નેના મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.