Loksabha Election 2024/ વડોદરામાં લોકસભા ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા વોર, કોંગ્રેસ નેતાની FB પોસ્ટ પર કમેન્ટનું ધમાસાણ

વડોદરામાં લોકસભા ચૂંટણી પ્રચારને લઈને સોશિયલ મીડિયામાં વોરનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ નેતાની એક FB પોસ્ટ પર રસપ્રદ કમેન્ટનો મારો જોવા મળ્યો.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 04 02T121621.645 વડોદરામાં લોકસભા ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા વોર, કોંગ્રેસ નેતાની FB પોસ્ટ પર કમેન્ટનું ધમાસાણ

વડોદરામાં લોકસભા ચૂંટણી પ્રચારને લઈને સોશિયલ મીડિયામાં વોરનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ નેતાની એક FB પોસ્ટ પર રસપ્રદ કમેન્ટનો મારો જોવા મળ્યો. લોકસભા ચૂંટણીમાં વડોદરાની બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ હજુ પણ ઉમેદવારોની દાવેદારીને લઈને નિશ્ચિત દાવો કરી શકતી નથી. હવે આને લઈને સોશિયલ મીડિયા પર રસપ્રદ વોર છેડાઈ છે. એક કોંગ્રેસ નેતા અમિત ઘોટીકરે પોતાની ફેસબુક પોસ્ટ પર પોસ્ટ કરી કે પાર્ટી એવા નેતાને ઉમેદવાર બનાવે જે મૃતઃપ્રાય બનેલ કોંગ્રેસમાં જાન ફૂંકી શકે. કોંગ્રેસ નેતાએ પોસ્ટ શેર કર્યાના થોડા જ સમયમાં કમેન્ટ બોક્સ રસપ્રદ કમેન્ટથી છલકાઈ ગયું.

સોશિયલ મીડિયામાં કોંગ્રેસ નેતા અમિત ઘોટીકરે એક પોસ્ટ શેર કરી જેના પર એક યુઝરે કમેન્ટ કરી કે એવા નેતાને ટિકિટ ના આપતા જે પૈસા લઈને ઘરે બેસી રહે અને કામ ના કરે. અમિત ઘોટીકરે પોસ્ટ શેર કરતા શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીને ટેગ કર્યા. કોંગ્રેસ નેતાએ કમેન્ટમાં લખ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી મને ટીકીટ આપે તો મારે 1 પૈસો પણ નથી જોઈતો. તેમની આ કમેન્ટ પર તેમના જ પક્ષના કાર્યકરો અને નેતાઓએ કમેન્ટનો મારો ચલાવ્યો. એક યુઝરે લખ્યું કે સૌ પ્રથમ તો ઉષા નાયડુને હટાવવા જોઈએ, જે વડોદરા કોંગ્રેસના પ્રભારી છે. એક અન્ય કમેન્ટ કરીને લખે છે કે જે ઉમેદવારોએ પક્ષમાં રહી કોંગ્રેસના ઉમેદવારોને હટાવવાના અને હરાવવાના કાવત્રા કર્યા હોય તેમની તપાસ કરાયા બાદ પાછા તેમને ઉમેદવાર ના બનાવશો, નહી તો પાછું એવું થશે કે સનમ હમ ડુબે તો ડુબે તુમે લે ડુબેગેં.

પોસ્ટ વોર બાદ લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા વોર જોવા મળી. કોંગ્રેસ નેતાની ફેસબુક પોસ્ટે ધમસાણ મચાવ્યું છે. અમિત ઘોટીકરની ફેસુબક પોસ્ટ પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે ચંદ્રકાંત શ્રીવાસત્વને ઉમેદવાર બનાવવા જોઈએ, તો કેટલાક લોકોએ તેમની આ કમેન્ટ સામે વિરોધ નોંધાવ્યો. યુઝરના વિરોધ પર અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે તે લીડર છે અને સંગઠન અને પાર્ટી બંને સારી રીતે સંભાળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા