@દિવ્યેશ પરમાર
Surat News: લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. પ્રેમ સંબંધમાં વહેમ રાખી મિત્ર એ જ મિત્રની હત્યા કરી હતી હીંચકારી હુમલામાં વચ્ચે પડેલા અન્ય એક મિત્ર ને પણ ચપ્પુ ના ઘા મારી દેતા તેને પણ ગંભીર હાલત માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે..એક નું મોત થયું છે જ્યારે એક જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.સમગ્ર મામલે પોલીસે હત્યા નો ગુનો નોંધી હત્યારા ને ઝડપી પાડવાનો ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત માં બહેન સાથે પ્રેમ હોવાની આશંકા મા મિત્ર એ જ મિત્ર ની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.લીંબાયત વિસ્તાર માં મોડી રાત્રે નુરાની મસ્જિદ પાસે મિત્રો એકઠા થયા હતા તે દરમ્યાન વાત વાત માં એક મિત્ર એ તેમના અન્ય મિત્ર શેહબાઝ ખાન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.જેમાં અન્ય એક મિત્ર શેહબાઝ ને બચાવવા જતા તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી.જેમાં શેહબાઝ અને તેમના મિત્ર ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં શેહબાઝ ને વધુ ઇજા પહોંચી જતા ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું.જ્યારે તેમનો એક મિત્ર હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો એક બીજા ની આજુબાજુમાં રહેતા બે મિત્રો એકસાથે જ ફરતા હતા તે દરમિયાન હત્યારો છે તેમની બહેન સાથે શેહબાઝને પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી નુરાની મસ્જિદ પાસે વાત કરવા માટે બોલાવ્યો હતો.તે દરમ્યાન વાતચીત ઉગ્ર બનતા શહેબાઝ પર તેમનાજ મિત્રએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો .જ્યારે તેમનો અન્ય શહેબાઝ ને બચાવવા જતા તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.બને ને હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં શહેબાઝ નું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું.જ્યારે તેમની મિત્ર ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો
આ પણ વાંચો:ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા