Gujarat/ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ, સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવખત થશે કોમન એડમિશન પ્રક્રિયા

રાજ્યમાં આજથી કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પ્રક્રિયાનો આરંભ થઈ રહ્યો છે. આજે 1લી એપ્રિલથી આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર આજથી  રજિસ્ટ્રેશન કરાવી શકશે.

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 04 01T095237.799 કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ, સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવખત થશે કોમન એડમિશન પ્રક્રિયા

ગુજરાત : રાજ્યમાં આજથી કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પ્રક્રિયાનો આરંભ થઈ રહ્યો છે. આજે 1લી એપ્રિલથી આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર આજથી  રજિસ્ટ્રેશન કરાવી શકશે. એવું પ્રથમ વખત બની રહ્યું છે કે ધોરણ-12ના પરિણામ આવ્યા પહેલા વિદ્યાર્થીઓ કોલેજમાં નોંધણી કરાવી રહ્યા હોય. સામાન્ય રીતે ધોરણ-12 બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ જે-તે સંબંધિત ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવતા હોય છે. પરંતુ  આ વખતે આ મહિને 19 એપ્રિલથી શરૂ થતી લોકસભા ચૂંટણીના કારણે રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનું આયોજન વહેલા કરવામાં આવ્યું છે.

સરકારી કોલેજમાં એડમિશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ GCAS (ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ) પોર્ટલ પર આજે 1લી એપ્રિલથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.  માર્ચમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા ઉત્તરવહીની તાત્કાલિક ચકાણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાય છે અને પરિણામો મે મહિનાના અંતમાં અને જૂનના પ્રથમ સપ્તાહમાં આવતા હોય છે. જો કે લોકસભા ચૂંટણીના કારણે બોર્ડના પરિણામો સંભવત એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આવી શકે તેવું અનુમાન છે. અને આથી જ 1 લી એપ્રિલથી રાજ્યમાં કોલેજમાં એડમિશન મેળવવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે કોલેજના પ્રવેશ માટે પ્રથમ તબક્કાની નોંધણી પ્રક્રિયા થશે. અને તેના બાદ ધોરણ-12ની પૂરક પરિક્ષાનું પરિણામ જાહેર થયા બાદ 5 દિવસ માટે GCAS પોર્ટલ ઓપન થશે. દરમ્યાન પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ કોઈકારણસર રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં નામાંકન ના ભરી શક્યા હોય તેઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે.

વિદ્યાર્થીઓની સુવિધા માટે યુજી અને પીજી અને પીએચડી કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ના રહે માટે 1લી એપ્રિલથી નોડલ ઓફિસર સાથે હેલ્પ સેન્ટર પણ ઉભુ કરવામાં આવશે. આ હેલ્પ સેન્ટર થકી વિદ્યાર્થીઓ અને વાલીઓ એડમિશન સંબંધિત માહિતી મેળવી શકશે. વિદ્યાર્થીઓએ કોમન પોર્ટલ પર પ્રવેશ માટે નામ, ફોટો સહિતની જરૂરી માહિતી આપી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખાસ ધ્યાનમાં રાખવું કે બોર્ડના પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા 2 અઠવાડિયામાં શૈક્ષણિક માહિતી આપવાની રહેશે અને  રૂ.300 ફી ભરી ફાઈનલ ફોર્મ સબમિટ કરવાનું રહેશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના