નવી દિલ્હી: જૂની સંસદમાં વિપક્ષે સરકાર સામે 29 વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ ઉપરાંત જૂના સંસદ ભવનમાં વિશેષ અવસરો પર સંસદના સંયુક્ત સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સરકાર ત્રણ વખત પડી
જૂની સંસદમાં 29 અવિશ્વાસ પ્રસ્તાવ જોવા મળ્યો છે. વિપક્ષે ઈન્દિરા ગાંધી સરકાર સામે સૌથી વધુ 15 અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી વિરુદ્ધ ત્રણ, પીવી નરસિમ્હા રાવ વિરુદ્ધ ત્રણ, મોરારજી દેસાઈ વિરુદ્ધ બે, અટલ બિહારી વાજપેયી વિરુદ્ધ બે અને રાજીવ ગાંધી, એચડી દેવગૌડા, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક-એક અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે.
જો કે, અવિશ્વાસ પ્રસ્તાવના કારણે અત્યાર સુધી માત્ર ત્રણ સરકાર પડી છે. જેમાં 1990માં વીપી સિંહ, 1997માં એચડી દેવગૌડા અને 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારોનો સમાવેશ થાય છે.
ત્રણ સંયુક્ત સત્રો
જૂના સંસદ ભવનમાં ત્રણ સંયુક્ત સત્ર પણ જોવા મળ્યા છે. 1961માં જવાહરલાલ નેહરુના સમયમાં દહેજ વિરોધી કાયદા માટે સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ પછી, મોરારજી દેસાઈના સમયમાં 1978માં બેંકિંગ સર્વિસ કમિશન બિલ માટે અને 2002માં અટલ બિહારી વાજપેયીના સમયમાં પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ બિલ (POTA) માટે સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:આજે કેજરીવાલની ઇડીની કસ્ટડી સમાપ્ત, કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે
આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

