Kheda News : રાજ્યમાં અવારનવાર મારામારીના કિસ્સા સામે આવતા હોય છે.ત્યારે હવે મંદિરોમાં પણ લોકો મારામારી કરી રહ્યા છે. જેમાં ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં મારામારીની ઘટના સામે આવી છે.વહેલી સવારે મંગળા આરતી સમયે ઘુમટમાં દર્શન કરવાની જગ્યા બાબતે મારામારી થઇ હોવાનું સામે આવ્યું છે.જેમાં ટોળા સામ-સામે મારામારી કરતા કેમરામાં કેદ થયા હતા.પોલીસે તાત્કાલિક ટોળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે, ડાકોર મંદિરમાં આજે સવારે મંગળા આરતી સમયે મંદિરમાં મારામારી થઈ હતી. આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ છૂટાહાથની મારામારી કરી હતી. મંદિરમાં મંગળા આરતી ચાલી રહી હતી ત્યારે દર્શન કરવાની જગ્યા બાબતે મામલો વણસ્યો હતો. ડાકોર મંદિરમાં મારામારી: દર્શન કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યુ હતું. સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
ઘટનાની ગંભીરતાને લઇ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનનાં દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભ ગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી.
આ પણ વાંચો:25 વર્ષ પહેલા નિર્દોષ છુટેલા વ્યક્તિને હાઈકોર્ટે પત્નીની હત્યા કેસમાં આપી આજીવન કેદની સજા
આ પણ વાંચો:44 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં ફરી ગાબડાં,દુર્ઘટના થશે તો જવાબદાર કોણ?
આ પણ વાંચો:બસ નહીં,તો મત નહીં…..મકાન નહીં, તો મત નહીંના બેનરો લગાવી ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર
આ પણ વાંચો:પશુપાલકોના હિતમાં દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધ ઉત્પાદકોના ભાવમાં કર્યો વધારો