Not Set/ ખોવાયેલું પર્સ મળ્યું વધુ પૈસા અને ચિઠ્ઠી સાથે, વાંચીને તમે પણ કહેશો વાહ !!

તમારું પર્સ ખોવાઈ જાય તો તમને કેવો જાટકો લાગે?.. પણ તમારું ખોવાયેલું પર્સ તમને પાછું મળી જાય એકપણ પૈસા ગુમાવ્યા વગર તો..? અને જો આ પરત મળેલા પર્સ સાથે તમને વધારાના પૈસા પણ મળે તો..? આવું ખરેખર બન્યું છે એક 20 વર્ષનાં હન્ટર સાથે. લાસ વેગાસમાં ફ્લાઈટમાંથી ઉતરતાં વખતે એનું પર્સ ખોવાઈ ગયું હતું. જેમાં […]

Top Stories World Trending
note ખોવાયેલું પર્સ મળ્યું વધુ પૈસા અને ચિઠ્ઠી સાથે, વાંચીને તમે પણ કહેશો વાહ !!

તમારું પર્સ ખોવાઈ જાય તો તમને કેવો જાટકો લાગે?.. પણ તમારું ખોવાયેલું પર્સ તમને પાછું મળી જાય એકપણ પૈસા ગુમાવ્યા વગર તો..? અને જો આ પરત મળેલા પર્સ સાથે તમને વધારાના પૈસા પણ મળે તો..? આવું ખરેખર બન્યું છે એક 20 વર્ષનાં હન્ટર સાથે.

લાસ વેગાસમાં ફ્લાઈટમાંથી ઉતરતાં વખતે એનું પર્સ ખોવાઈ ગયું હતું. જેમાં 60 ડોલર કેશ, 400 ડોલરનો પે ચેક, બેંક કાર્ડ, આઈડી કાર્ડ હતું. તે પોતાનાં પરિવાર સાથે જઈ રહ્યો હતો. પર્સ ખોવાઈ ગયું છે એવી જાણ થતાં એણે એરલાઈન્સને પણ જાણ કરી હતી પણ નિરાશા સિવાય કઈ હાથ લાગ્યું ન હતું.

પરંતુ હન્ટરને એક હાથેથી લખેલી ચિઠ્ઠી મળી, અને એનું પર્સ પણ. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘મે આમાં વધુ ડોલર મુક્યા છે જેથી તુ તારું પર્સ પાછું મળ્યાની ખુશી ઉજવી શકે.’

આ ચિઠ્ઠીનો ફોટો હન્ટરની માતાએ શેર કર્યો હતો અને લોકોને કહ્યું હતું કે બધાં આ પોસ્ટને શેર કરે જેથી આ ઉમદા વ્યક્તિને આપણે શોધી શકીએ.