Not Set/ હું પીડિત છું મારી સાથે આરોપી જેવું વર્તન થઇ રહ્યું છે, મનસુખ હિરેને CMને લખેલો પત્ર મળ્યો,ખળભળાટ

માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઉદ્યોગપતિઓમાં પ્રથમ હરોળમાં જેનું નામ આવે છે તેવા મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યા બાદ હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘૂંટાતું જાય છે તેની વચ્ચે કારમાલિક

Top Stories
Mansukh 1 હું પીડિત છું મારી સાથે આરોપી જેવું વર્તન થઇ રહ્યું છે, મનસુખ હિરેને CMને લખેલો પત્ર મળ્યો,ખળભળાટ

માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઉદ્યોગપતિઓમાં પ્રથમ હરોળમાં જેનું નામ આવે છે તેવા મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યા બાદ હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘૂંટાતું જાય છે તેની વચ્ચે કારમાલિક મનસુખ હિરેને પોતાને પીડિત ગણાવી મુખ્યમંત્રીને સંબોધીને લો પત્ર સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી સ્કોર્પિયો ગાડીના માલિક અને થાણે વેપારી મનસુખ હિરેનનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં શુક્રવારે એક ખાડીમાંથી મળી આવ્યો છે. કીચડથી લદાયેલા મૃતદેહ પર રૂમાલ બાંધેલા હતા. આ સમગ્ર કેસની તપાસ ગૃહમંત્રી અનિલ દેશમુખે મુંબઈ ATSને સોંપી દીધી છે. પરિવારે પણ આ ઘટનાને હત્યા ગણાવી છે.આ દરમિયાન મનસુખ હિરેને 2 માર્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ગૃહમંત્રી અનિલ દેશમુખ અને મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને લખેલો પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં હિરેને લખ્યું છે કે, તેમને પોલીસ અને મીડિયા તરફથી પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે આગળ લખ્યું છે કે, તેમને વારંવાર એક જ પ્રકારના સવાલ કરવામાં આવી રહ્યા છે. મનસુખે આરોપ લગાવ્યો છે કે, આ કેસમાં તે એક પીડિત સમાન છે પરંતુ તેની સાથે આરોપી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

mansukh latter 2 હું પીડિત છું મારી સાથે આરોપી જેવું વર્તન થઇ રહ્યું છે, મનસુખ હિરેને CMને લખેલો પત્ર મળ્યો,ખળભળાટ

મનસુખ હિરેને શું લખ્યું છે આ વેદનાસભર પત્રમાં

vadodara suicide case / સોની પરિવારના વધુ એક સભ્યનું મોત, પતિ, પુત્રી અને પૌત્રને ગુમાવનાર દિપ્તીબેન સોનીએ 4 દિવસ બાદ લીધા અંતિમ શ્વાસ

મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોને સંબોધીને ન્યાયની અપેક્ષા સાથે લખવામાં આવેલા પત્રની શરૂઆતમાં પોતાનો પરિચય આપતા મનસુખે લખ્યું છે કે, હું મારી પત્ની અને બાળકો સાથે ઉપરના એડ્રેસ પર 16 વર્ષથી રહુ છું. મારી ઉંમર 46 વર્ષની છે અને હું કાર એસેસરિઝના બિઝનેસમાં છેલ્લા 21 વર્ષથી જોડાયેલો છું. હું સ્ટાઈલ ક્લાસિક કાર ડેકોર નામથી શોપ ચલાવું છું. હું શાંતિપ્રિય વ્યક્તિ છું અને મારો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી.2018માં મેં મારા અંગત ઉપયોગ માટે એક સ્કોર્પિયો ખરીદી હતી. 17 ફેબ્રુઆરી 2021ની સાંજે સ્કોર્પિયો કાર નંબર MH-02-AY-2815માં દક્ષિણ મુંબઈ આવેલા ક્રાફર્ડ માર્કેટથી કોઈ કામ માટે થાણેની મારી દુકાનથી નીકળ્યો હતો. એરોલીનો બ્રીજ ખતમ થઈને વિક્રોલી વિસ્તારનો જે સર્વિસ રોડ શરૂ થાય છે ત્યાં સ્કોર્પિયો કારનું સ્ટેરિંગ લોક થઈ ગયું. જેના કારણે મેં સ્કોર્પિયો ઈર્સ્ટન એક્સપ્રેસ વે પર સાઈડમાં પાર્ક કરી દીધી અને ઓલાથી મુંબઈ ગયો.

mansukh latter 3 હું પીડિત છું મારી સાથે આરોપી જેવું વર્તન થઇ રહ્યું છે, મનસુખ હિરેને CMને લખેલો પત્ર મળ્યો,ખળભળાટ

2018માં મેં મારા અંગત ઉપયોગ માટે એક સ્કોર્પિયો ખરીદી હતી. 17 ફેબ્રુઆરી 2021ની સાંજે સ્કોર્પિયો કાર નંબર MH-02-AY-2815માં દક્ષિણ મુંબઈ આવેલા ક્રાફર્ડ માર્કેટથી કોઈ કામ માટે થાણેની મારી દુકાનથી નીકળ્યો હતો. એરોલીનો બ્રીજ ખતમ થઈને વિક્રોલી વિસ્તારનો જે સર્વિસ રોડ શરૂ થાય છે ત્યાં સ્કોર્પિયો કારનું સ્ટેરિંગ લોક થઈ ગયું. જેના કારણે મેં સ્કોર્પિયો ઈર્સ્ટન એક્સપ્રેસ વે પર સાઈડમાં પાર્ક કરી દીધી અને ઓલાથી મુંબઈ ગયો.બીજા દિવસે એટલે કે 18 ફેબ્રુઆરી 2021ના રોજ અંદાજે 12 વાગે મારી ગાડી લઈને ઈર્સ્ટન એક્સપ્રેસ વે પર પહોંચ્યો તો મને ખબર પડી કે ત્યાં મારી ગાડી હતી જ નહીં. થોડી શોધખોળ કર્યા પછી હું વિક્રોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં ગાડી ચોરીની ફરિયાદ લખાવી.25 પેબ્રુઆરીએ સવારે 11 વાગે એન્ટી ટેરર સ્ક્વોડમાં તહેનાત બે પોલીસકર્મી મારા ઘરે આવ્યા અને મને અચંભામાં નાખી દે તેવી વાત કરી. તેમણે જણાવ્યું કે, ચોરી થયેલી સ્કોર્પિયો મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી છે.

Car case / એંટાલીયા હાઉસ સ્કોર્પિયો માલિક મનસુખ મોત કેસ : આત્મહત્યાની થીયરીને ખોટી સાબિત કરતા 5 મુદ્દાઓ

થોડી પૂછપરછ કરીને તેઓ જતા રહ્યા.તેના પછીના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે પોલીસ મારા ઘરે આવી અને મને તેમની સાથે વિક્રોલી પોલીસ સ્ટેશન લઈ ગઈ અને સવારે 6 વાગ્યા સુધી અટકાયતમાં રાખ્યો. ત્યારપછી તેઓ મને ઘરે આવીને મુકી ગયા.27 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે વિક્રોલી પોલીસ સ્ટેશનથી એક ફોન આવ્યો. તે જ દિવસે 3 વાગે ઘાટકોપર પોલીસ સ્ટેશનથી વધુ એક કોલ આવ્યો. ત્યારપછી 1 માર્ચ 2021ના રોજ મને નાગપાડા એટીએસ ટીમે બોલાવ્યો અને તે જ દિવસે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટની ઓફિસમાં મને સચિન વજેએ ફોન કરીને બોલાવ્યો. દરેક જગ્યાએ વારાફરથી અંદાજે એક જ જેવા સવાલ પુછવામાં આવ્યા. NIA ઓફિસરે મારી પૂછપરછ કરી અને ત્યારપછી જોઈન્ટ સીપી ભામરે પણ મને તે જ સવાલ પુછ્યા.વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી સતત પૂછપરછના કારણે હું ડિસ્ટર્બ થઈ ગયો છું. આ કેસમાં હું એક પીડિત છું, પરંતુ મારી સાથે આરોપી જેવુ વર્તન કરવામાં આવી રહ્યું છે. મને ઘણા ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલના રિપોર્ટરો દ્વારા પણ કારણ વગર પરેશાન કરવામાં આવી રહ્યો છે.સૌથી આશ્ચર્ય જનક કોલ એક રિપોર્ટરનો હતો. તેણે મને કહ્યું કે, આ કેસમાં હું એક સસ્પેક્ટેડ છું. જ્યારે મને આ વિશે કોઈ માહિતી જ નથી. તેમ છતાં લોકો મને સતત પરેશાન કરી રહ્યા છે. મેં પહેલાં જ દરેક એજન્સીઓ સામે ખુલાસા કરી દીધા છે, તેમ છતાં મને સતત પરેશાન કરવામાં આવી રહ્યો છે.

Gujarat / ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલનું અચાનક અમદાવાદમાં આગમન, PM સાથે કરી મુલાકાત

mansukh latter 4 હું પીડિત છું મારી સાથે આરોપી જેવું વર્તન થઇ રહ્યું છે, મનસુખ હિરેને CMને લખેલો પત્ર મળ્યો,ખળભળાટ

સમગ્ર પ્રકરણને ધ્યાનમાં લેતા અને આ પત્ર આપવામાં આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે મુકેશ અંબાણીને ન્યાય અપાવવા છતાં ક્યાંક મનસુખ હિરેન સાથે અન્યાય થયો હોય.બીજી બાજુ મુકેશ અંબાણીને ધમકી વાળા કેસમાં હવે તપાસ મહારાષ્ટ્ર એન્ટી ટેરર સ્ક્વોડ(ATS)તરફથી કરવામાં આવી રહી છે. પહેલાં માત્ર મનસુખ હિરેનના મોતની તપાસ મહારાષ્ટ્ર એટીએસને સોંપવામાં આવી હતી. હવે આ બંને કેસની તપાસ એટીએસને સોંપવામાં આવશે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં અંબાણીના ઘરની બહારથી એક સ્કોર્પિયો મળી હતી, જેમાં જિલેટિનની 20 સ્ટીક હતી. ત્યારપછી 5 માર્ચે ગાડીના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…