Not Set/ દાયકાઓથી OBC આયોગના ગઠનની માંગ ચાલતી હતી, પરંતુ આ જ સરકારે કામ કર્યું છે: મન કી બાતમાં PM મોદી

નવી દિલ્હી, આજે 26 ઓગસ્ટ, એટલે કે ચાલુ મહિનાનો અંતિમ રવિવાર. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા દેશવાસીઓને વધુ એકવાર સંબોધ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત કરવામાં આવતા મન કી બાતનું આ 47મું સંસ્કરણ છે. મન કી બાત દ્વારા પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધતા સૌપ્રથમ આજે દેશભરમાં મનાવવામાં આવી રહેલા ભાઈ બહેનના પવિત્ર […]

Top Stories India Trending
DlgNQGqW0AErtyf દાયકાઓથી OBC આયોગના ગઠનની માંગ ચાલતી હતી, પરંતુ આ જ સરકારે કામ કર્યું છે: મન કી બાતમાં PM મોદી
નવી દિલ્હી,
આજે 26 ઓગસ્ટ, એટલે કે ચાલુ મહિનાનો અંતિમ રવિવાર. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા દેશવાસીઓને વધુ એકવાર સંબોધ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત કરવામાં આવતા મન કી બાતનું આ 47મું સંસ્કરણ છે.
મન કી બાત દ્વારા પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધતા સૌપ્રથમ આજે દેશભરમાં મનાવવામાં આવી રહેલા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર શુમકમનાઓ આપી હતી.
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું,
આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. તમામ દેશવાસીઓને આ પાવન પર્વ પર ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પર્વ બહેન અને ભાઈના પરસ્પર પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે.
દાયકાઓથી ઓબીસી આયોગના ગઠન માટેની માંગ ચાલી રહી હતી, પરંતુ આ સરકારે આયોગ બનાવવાની સાથે સાથે તેને બંધારણીય દરજ્જો આપવા માટેનું કામ કર્યું છે.
કેરળમાં આવેલા ભયાનક પુરના કારણે જન જીવન ખૂબ પ્રભાવિત થયું છે. આજે આ આપત્તિ ની પરિસ્થિતિમાં સમગ્ર દેશના લોકો કેરળની સાથે ઉભા છે. જેઓએ પોતાના પરિવારજનો ને ગુમાવ્યા છે, એ પરિવાર સાથે મારી સંવેદના છે.
https://twitter.com/ANI/status/1033590718470795264
કેરળમાં આવેલા પુર બાદ રાહત અને બચાવના કાર્યમાં  સેનાના જવાનોની કામગીરી અંગે પણ પીએમ મોદીએ પ્રશંસા કરી હતી.
https://twitter.com/ANI/status/1033590718470795264
તેઓએ કહ્યું, સશસ્ત્ર બળોના જવાનો કેરળમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યના નાયક છે. તેઓએ પુરમાં ફસાયેલા લોકોને બચાવવામાં કોઈ કસર છોડી નથી.
અટલજીને પણ કરાયા યાદ
દેશવાસીઓ ને સંબોધતા ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ને યાદ કરતા તેઓએ કહ્યું, 16 ઓગષ્ટના રોજ જ્યારે દેશ અને દુનિયા એ અટલજીના નિધન અંગેના સમાચાર સાંભળતા જ લોકો શોકમાં ડૂબ્યા હતા.
એક એવા રાષ્ટ્રના નેતા જેઓએ 14 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી પદ છોડ્યું હતું.
દેશમાં મહિલા વિરુદ્ધ વધી રહેલા અત્યાચાર અંગે પણ તેઓએ કહ્યું, દુષ્કર્મ ના દોષીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા માટે સંસદમાં કાયદો લાવવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશ ના મંદસૌર માં અદાલતે ટુંક જ સમયમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે.
સંસદના મોનસૂન શત્ર માં લોકસભામાં 114 ટકા અને રાજ્યસભામાં 74 ટકા જેટલું કામ થયું છે. આ દરમિયાન લોકસભામાં 21 અને રાજ્યસભામાં 14 બિલ પસાર કરવામાં સફળતા મળી છે. આ શત્રમાં પછાત અને યુવાઓના લાભ માટેના બિલને પણ પસાર કરવામાં આવ્યું છે.